Not Set/ સાયબર હુમલાની ચેતવણી, ચોરી કરવામાં આવી શકે છે આર્થિક અને વ્યક્તિગત માહિતી

કોરોના કાળમાં પણ ઘણા એવા કામો કરવામાં આવી રહ્યા છે જેને લઇને સરકાર ચિંતામાં મુકાઇ જાય છે. આવુ જ એક છે સાયબર અટેક, જેને લઇને હવે સરકારે લોકોને તેનાથી બચવા ચેતવણી આપી છે. સરકારી એજન્સીએ જણાવ્યું હતું કે સાયબર એટેકર્સ કોરોનાવાયરસ રોગચાળાની આડમાં લોકોની વ્યક્તિગત અને આર્થિક માહિતી ચોરી શકે છે. ભારતીય કમ્પ્યુટર ઇમર્જન્સી રિસ્પોન્સ […]

India
d4d80dafe4a0b667942c84f1e32e8997 1 સાયબર હુમલાની ચેતવણી, ચોરી કરવામાં આવી શકે છે આર્થિક અને વ્યક્તિગત માહિતી

કોરોના કાળમાં પણ ઘણા એવા કામો કરવામાં આવી રહ્યા છે જેને લઇને સરકાર ચિંતામાં મુકાઇ જાય છે. આવુ જ એક છે સાયબર અટેક, જેને લઇને હવે સરકારે લોકોને તેનાથી બચવા ચેતવણી આપી છે. સરકારી એજન્સીએ જણાવ્યું હતું કે સાયબર એટેકર્સ કોરોનાવાયરસ રોગચાળાની આડમાં લોકોની વ્યક્તિગત અને આર્થિક માહિતી ચોરી શકે છે.

ભારતીય કમ્પ્યુટર ઇમર્જન્સી રિસ્પોન્સ ટીમે (સીઇઆરટી-ઇન) એક ટ્વિટમાં કહ્યું હતું કે, “તોફાની તત્વો” 21 જૂનથી ઈ-મેલ દ્વારા છેતરપિંડી શરૂ કરી શકે છે અને આ શંકાસ્પદ મેઇલ સરકારની ઇ-મેઇલ આઈડીથી મોકલી શકાય છે. ભારતની સાયબર સિક્યુરિટી નોડલ એજન્સી, સીઈઆરટી-ઇન એ એક પરામર્શ જારી કરીને કહ્યું છે કે, આ હુમલો સરકારની તરફથી નાણાકીય સહાયનાં કામ દેખનારી સરકારી એજન્સીઓ, વિભાગ તથા વ્યવસાયિક સંસ્થાઓ બનીને કરવામા આવી શકે છે. હુમલાખોરો આવા સ્થાનિય અધિકારી બનીને દુર્ભાવનાપૂર્ણ ઇમેઇલ્સ મોકલી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.