Not Set/ સિંદ્ધુ રાહુલ ગાંધીની હાજહીમાં જોડાયા કૉંગ્રેસમાં, બીજેપીની સરખામણી કૈકયી સાથે કરી કર્યા પ્રહાર

નવી દિલ્હી:  બીજેપીને અલવિદા કહિને નવજોત સિંહ સિદ્ધુ સોમવારે વિધિવત રિતે કોંગ્રેસમાં જોડાયા હતા. સોમવારે પાર્ટીની પ્રેસ કોન્ફરંસમાં નવા પક્ષ માટે બેટિંગ શરૂ કરી દીધી છે. આ દરમિયાન સિદ્ધુ પંજાબના સત્તાધારી પક્ષ શિરોમણી અકાલી દળ, મુખ્યમંત્રી પ્રકાશ સિંહ બાદલ અને જૂની પાર્ટી ભાજપ પર નિશાન સાધ્યુ હતું. ઉપરાંત કોંગ્રેસમાં જોડાવવા અંગે સિદ્ધુએ કહ્યું કે, હું […]

Uncategorized
સિંદ્ધુ રાહુલ ગાંધીની હાજહીમાં જોડાયા કૉંગ્રેસમાં, બીજેપીની સરખામણી કૈકયી સાથે કરી કર્યા પ્રહાર

નવી દિલ્હી:  બીજેપીને અલવિદા કહિને નવજોત સિંહ સિદ્ધુ સોમવારે વિધિવત રિતે કોંગ્રેસમાં જોડાયા હતા. સોમવારે પાર્ટીની પ્રેસ કોન્ફરંસમાં નવા પક્ષ માટે બેટિંગ શરૂ કરી દીધી છે. આ દરમિયાન સિદ્ધુ પંજાબના સત્તાધારી પક્ષ શિરોમણી અકાલી દળ, મુખ્યમંત્રી પ્રકાશ સિંહ બાદલ અને જૂની પાર્ટી ભાજપ પર નિશાન સાધ્યુ હતું.

ઉપરાંત કોંગ્રેસમાં જોડાવવા અંગે સિદ્ધુએ કહ્યું કે, હું જન્મજાત કોંગ્રેસી છું, મારું અસ્તિત્વ કોંગ્રેસથી છે. હું મારા મૂળ સાથે જોડાઈ ગયો છું. મારી ઘરવાપસી થઈ છે. સિદ્ધુએ પંજાબ વિધાનસભા ચૂંટણીને પ્રદેશના અસ્તિત્વની લડાઈ કહી છે.

પ્રેસ કોન્ફરંસમાં સિદ્ધુએ પ્રકાશ સિંહ બાદલને લલકારતા કહ્યુ કે ભાગ બાબા બાદલ ભાગ, ખુરશી ખાલી કર, પંજાબની જનતા આવી છે.

સિદ્ધુએ પોતાની જૂની પાર્ટીને કૈકયી કહી હતી, જ્યારે કોંગ્રેસને કૌશલ્યા કહી હતી.

પંજાબમાં યુવાનોએ જાગવું પડશે. તેમણે દિશા પકડવી પડશે. આ યુવાઓને બરબાદ કરવામાં આવી રહ્યા છે. ડ્રગ્સ પંજાબની વરવી વાસ્તવિક્તા છે. જેને હટાવવી પડશે.

ભાજપ છોડવાના સવાલ પર સિદ્ધુએ કહ્યું કે, ભાજપે ગઠબંધન પસંદ કર્યુ અને મેં કોંગ્રેસ 2014માં લોકસભા ચૂંટણીમાં ટિકીટ ન મળવાનું દુખ જણાવતા સિદ્ધુએ કહ્યું કે તેમને બીજા રાજ્યમાંથી સીટની ઓફર કરવામાં આવી હતી.