Not Set/ દિલ્હીની કારોલ બાંગની હોટેલમાંથી 3 કરોડની જૂની નોટ સાથે 5 લોકો ઝડપાયા

નવી દિલ્હીઃ દિલ્હીની એક હોટેલમાંથી મોટી સંખ્યામાં કાળું નાણું મળી આવ્યું છે. અંદાજે ત્રણ કરોડની રમક કારોલ બાગની હોટેલમાં મળી આવી હતી. ઇન્કમ ટેક્સ અને ક્રાઇમ બ્રાંચે ગુપ્ત સૂચનાને આધારે રેડ કરીને ત્રણ કરોડની જૂની કરન્સી સાથે પાંચ લોકોની ધરપકડ કરી છે. નોટબંધી બાદ દેશમાં કરોડો રૂપિયાની જૂની નોટો બદલવાનો કારોબાર ફુલ બહારમાં ખીલ્યો છે. […]

Uncategorized

નવી દિલ્હીઃ દિલ્હીની એક હોટેલમાંથી મોટી સંખ્યામાં કાળું નાણું મળી આવ્યું છે. અંદાજે ત્રણ કરોડની રમક કારોલ બાગની હોટેલમાં મળી આવી હતી. ઇન્કમ ટેક્સ અને ક્રાઇમ બ્રાંચે ગુપ્ત સૂચનાને આધારે રેડ કરીને ત્રણ કરોડની જૂની કરન્સી સાથે પાંચ લોકોની ધરપકડ કરી છે. નોટબંધી બાદ દેશમાં કરોડો રૂપિયાની જૂની નોટો બદલવાનો કારોબાર ફુલ બહારમાં ખીલ્યો છે. એક બાજુ આમ લોકો લાઇનમાં ઉભા રહીને હેરાન છે તો બીજી બાજુ બેંક કર્મચારી અને અધિકારીઓની સાંઠગાઠથી જૂની નોટો બદલી આપીને બ્લેક મનીને વ્હાઇટ કરવામાં મદદ કરવામાં આવી રહી છે. સમગ્ર દેશમાંથી કરોડો રૂપિયા પકડાઇ રહ્યા છે. કેંદ્રની નોટ બંધી સંપૂર્ણ નિષ્ફળ ગઇ હોવાનું નિષ્ણાતોનો મત છે.

હોટલના બે રૂમમાંથી જૂની નોટમાં સવા ત્રણ કરોડ રૂપિયા મળી આવ્યા છે. આ રૂપિયા મુંબઈના કેટલાક હવાલા ઓપરેટરોના હોવાની શંકા છે. સમાચાર અનુસાર આ પાંચ લોકોએ બે રૂમ બુક કરાવ્યા હતા.

ઇનકમ ટેક્સ અને ક્રાઈમ બ્રાન્ચને આ લોકની પૂછપરછ દરમિયાન બેકમાંથી આ રૂપિયા મળ્યા છે. કહેવાય છે કે, આ મામલે તપાસ પૂરી થવા સુધી આ લોકોને અટકાયતમાં રાખવામાં આવશે. હાલમાં ઇનકમ ટેક્સ અને ક્રાઈમ બ્રાન્ચ આગળ વધુ તપાસ કરી રહી છે