Not Set/ લોકસભામાં વિરોધપક્ષની નારે બાજી વચ્ચે સંસદની કાર્યવાહી કાલ સુધી સ્થગિત

નવી દિલ્હીઃ લોકસભામાં વિરોધ પક્ષોએ નારેબાજી કરતા સદનની કાર્યવાહી આવતી કાલ સુધી સ્થગિત કરી દેવામાં આવી છે. નોટબંધી અને અરુણચાલ હાઇડ્રો પ્રૉજેક્ટ ગોટાળામાં કિરણ રિજિજૂનું કથિત રીતે નામ આવતા આ મામલે સંસદમાં હંગામો કર્યો હતો. ત્યાર બાદ લોકસભાની કાર્યવાહી 12 વાગ્ય સુધી સ્થગિત કરવામાં આવી હતી. સળંગ ચાર દિવસના અવકાશ બાદ આજે ફરી સંસદના શિયાળુ સત્રની […]

India

નવી દિલ્હીઃ લોકસભામાં વિરોધ પક્ષોએ નારેબાજી કરતા સદનની કાર્યવાહી આવતી કાલ સુધી સ્થગિત કરી દેવામાં આવી છે. નોટબંધી અને અરુણચાલ હાઇડ્રો પ્રૉજેક્ટ ગોટાળામાં કિરણ રિજિજૂનું કથિત રીતે નામ આવતા આ મામલે સંસદમાં હંગામો કર્યો હતો. ત્યાર બાદ લોકસભાની કાર્યવાહી 12 વાગ્ય સુધી સ્થગિત કરવામાં આવી હતી.

સળંગ ચાર દિવસના અવકાશ બાદ આજે ફરી સંસદના શિયાળુ સત્રની કાર્યવાહી શરૂ થઇ હતી જેમા વિરોધ પક્ષોએ હંગામો કરતા સદનની કાર્યવાહીને 12 વાગ્ય સુધી સ્થગિત કરવામાં આવી હતી. સંસદનું આ સત્ર નોટબંધી અને વિપક્ષના હોબાળાને કારણે સદંતર નિષ્ફળ રહ્યું છે. પ્રજાના કરોડો રૂપિયાનું પાણી જ થયું છે.

પ્રાપ્ત માહિતી મુજબ આજથી શરૂ થતા સંસદના શિયાળુ સત્રના ત્રણ અંતિમ દિવસોમાં વડાપ્રધાન મોદી સદનમાં હાજર રહેવાના છે અને સંબોધન પણ કરવાના છે. તો બીજી બાજુ વિપક્ષ પાસે પણ નોટબંધી ઉપરાંત કેન્દ્રીય ગૃહપ્રધાન કિરણ રિજિજૂ પર લાગેલા ભ્રષ્ટાચારના આરોપ અંગેનો મુદ્દો પણ આવ્યો છે જેના પર હોબાળો મચાવી શકે છે. જ્યારે સરકારે આ મુદ્દે વિપક્ષને જવાબ આપવા અગસ્ટા વેસ્ટલેન્ડનો મુદ્દો ઉઠાવવાનો નિર્ણય કર્યો હોવાનું આંતરિક સુત્રો જણાવી રહ્યા છે.