Not Set/ સિદસરમાં પાણીની સમસ્યાથી લોકોની કફોડી સ્થિતિ, તંત્રનું પાણી આપવામાં ઓરમાયું વર્તન

મંતવ્ય ન્યૂઝ, ભાવનગરના સીદસર ગામના કેટલાક વિસ્તારમાં પીવાના પાણીની વિકટ સમસ્યાઓ ઊભી થઇ છે. સીદસર ગામ મહાનગરપાલિકામાં આવતું હોવા છતાં રહેવાસીઓએ પાણી લેવા માટે દૂર દૂર સુધી જવું પડે છે. પ્રાપ્ત વિગતો અનુસાર છેલ્લા ચાર વર્ષ થી સીદસર ગામ મહાનગર પાલિકામાં ભેળવ્યા બાદ મ્યુન્સીપલ કોર્પોરેશનમાં આવતું હોવા છતાં પાણી લેવા કિલોમીટરો સુધી દૂર જવું પડે […]

Top Stories Gujarat Others
સીદસર ગામ 1 સિદસરમાં પાણીની સમસ્યાથી લોકોની કફોડી સ્થિતિ, તંત્રનું પાણી આપવામાં ઓરમાયું વર્તન

મંતવ્ય ન્યૂઝ,

ભાવનગરના સીદસર ગામના કેટલાક વિસ્તારમાં પીવાના પાણીની વિકટ સમસ્યાઓ ઊભી થઇ છે. સીદસર ગામ મહાનગરપાલિકામાં આવતું હોવા છતાં રહેવાસીઓએ પાણી લેવા માટે દૂર દૂર સુધી જવું પડે છે.

પ્રાપ્ત વિગતો અનુસાર છેલ્લા ચાર વર્ષ થી સીદસર ગામ મહાનગર પાલિકામાં ભેળવ્યા બાદ મ્યુન્સીપલ કોર્પોરેશનમાં આવતું હોવા છતાં પાણી લેવા કિલોમીટરો સુધી દૂર જવું પડે છે. ભાવનગરના સિદસર ગામમાં ખાસ કરીને મેઘનગર વિસ્તારમાં પીવાના પાણીની વિકટ પરિસ્થિતિ ઉભી થઇ છે. તેમાં પણ ઉનાળો ચાલી રહ્યો હોવાથી પાણી સમસ્યા થી લોકોની સ્થિતિ કફોડી બની છે. સિદસર ગામ પહેલા ગ્રામ પંચાયતમાં હતું હવે કોર્પોરેશનમાં ભળ્યું.

સીદસર ગામ 2 સિદસરમાં પાણીની સમસ્યાથી લોકોની કફોડી સ્થિતિ, તંત્રનું પાણી આપવામાં ઓરમાયું વર્તન
સીદસર ગામ

સિદસર ગામ જ્યારથી મહાનગર પાલિકામાં ભળી ગયું. ત્યાર થી સીદસરનાં મેઘનગરમાં પાણીનો મોટો પ્રશ્ન ઉદભવ્યો છે. લોકોને દૂર દૂર સુધી પાણી ભરવા જવું પડે છે. કહી શકાય કે છેલ્લા 15 વર્ષ થી આ સમસ્યા ચાલી રહી છે. તેમ છતાં કોર્પોરેટર દ્વારા આ વિસ્તારમાં પીવા ના પાણીનાં પ્રશ્ને કોઈ યોગ્ય ઉકેલ કાઢવામાં નથી આવ્યો. ગામ લોકોનું કહેવું છે કે કોર્પોરેશનમાં ભળ્યા પછી બહુજ ખરાબ પરિસ્થિતિ છે આની કરતા તો ગ્રામ પંચાયત હતી ત્યારે સારું હતું.

ઇતિહાસમાં ગામનો કોઇ ઉલ્લેખ નથી

ઇતિહાસમાં સિદસર ગામનો કોઈ ખાસ કોઈ લેખ કે પુરાતન અવશેષો મળતા નથી. સીદસર ગામ કયારે બંધાણૂ તેની પણ ચોક્કસ માહિતી મળતી નથી. પહેલા અહીં ક્ષત્રીય સમાજના લોકો આવીને વસ્યા હતા અને જેમને પેલા શિહોર સર ભાવસિંહજી અને ત્યાર બાદ ભાવનગરને રાજ્ય તરીકે વસાવ્યું હતું. તે ભાવનગર રાજયનાં તાબા માં સીદસર ગામ આવતું હતું

સીદસર ગામ વિશે

સિદસર ગામ. ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા ભાવનગર જિલ્લામાં આવેલા કુલ ૧૧ (અગિયાર) તાલુકા પૈકીનાં એક એવા ભાવનગર તાલુકામાં આવેલું એક ગામ છે. સીદસર ગામની વસ્તી લગભગ ૨૦ હજાર સુધી થવા જાય છે. તેમજ ભાવનગરની જાણીતી એવી શાંતિલાલ શાહ કોલેજ સીદસર ગામમાં આવેલી છે.

ઘરે ઘરે નળથી પાણી આપવામાં તંત્રનું ઓરમાયું વર્તન

મંતવ્ય  ન્યુઝ ની ટીમ સાથે ગામ લોકો સાથે વાતચીતમાં જણાવ્યું કે અમે ઘણી વખત આ પ્રશ્ન અંગે રજૂઆત કરવામાં આવી છે. પરંતુ કોઈ જ ઉકેલ કાઢવામાં આવ્યો નથી, જેને પગલે અમે સિદસર ગામના મેઘનગર વિસ્તારના રહેવાસીઓ કલેકટરને પણ આવેદન પાઠવેલ છે. પરંતુ પીવાના પાણી ની સમસ્યા આજ દિન સુધી યથાવત છે. સ્થાનિક મહિલાઓના જણાવ્યા અનુસાર પાણીના સ્ટેન્ડમાં પાણી ધીમું ધીમું આપવામાં આવે છે. જેના લીધે મહિલાઓને અડધો દિવસ તો પાણી ની લાઈનમાં ઉભા રહેવા અને પાણી ભરવામાં જ નીકળી જાય છે. જયારે ચાર વર્ષ થી ગામ મહાનગર પાલિકામાં ભેળવવામાં આવ્યું છે તો પણ ઘરે ઘરે નળ આપવામાં તંત્ર ઓરમાયું વર્તન કરે છે.