Not Set/ સુમુલ ડેરી/ માનસિંહ પટેલ બન્યાં પ્રમુખ તો ઉપપ્રમુખ તરીકે રાજુ પાઠક સંભાળશે ડેરીનું સુકાન

  સુરતની પ્રખ્યાત સુમુલ ડેરીની ચૂંટણીનું પરિણામ આવી ગયા છે. જેમાં માનસિંહ પટેલ પ્રમુખ બન્યા છે તો રાજુ પાઠક ઉપપ્રમુખ બન્યા છે. શરૂઆતથી જ આ ચૂંટણી ભાજપ વિરુદ્ધ ભાજપ ની ચૂંટણી ગણાઈ રહી હતી.  કોંગ્રેસે ઉમેદવારી જ નહી નોધાવતા બંને ને બિનહરીફ જાહેર કર્યા છે. અને  માનસિંહ પટેલ અને રાજુ પાઠકના હાથમાં સુમુલ ડેરીનો વહીવટ […]

Gujarat Surat
ddc44cd5e2399efb40fee0ead0dfad6d સુમુલ ડેરી/ માનસિંહ પટેલ બન્યાં પ્રમુખ તો ઉપપ્રમુખ તરીકે રાજુ પાઠક સંભાળશે ડેરીનું સુકાન
 

સુરતની પ્રખ્યાત સુમુલ ડેરીની ચૂંટણીનું પરિણામ આવી ગયા છે. જેમાં માનસિંહ પટેલ પ્રમુખ બન્યા છે તો રાજુ પાઠક ઉપપ્રમુખ બન્યા છે. શરૂઆતથી જ આ ચૂંટણી ભાજપ વિરુદ્ધ ભાજપ ની ચૂંટણી ગણાઈ રહી હતી.  કોંગ્રેસે ઉમેદવારી જ નહી નોધાવતા બંને ને બિનહરીફ જાહેર કર્યા છે. અને  માનસિંહ પટેલ અને રાજુ પાઠકના હાથમાં સુમુલ ડેરીનો વહીવટ આવ્યો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર સુમુલડેરીમાં પ્રમુખ અને ઉપપ્રમુખના નામ જાહેર થાય તે પહેલાં બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ભાજપનાં ચૂંટાયેલા 12 ડિરેક્ટરો હાજર રહ્યા હતા. કોંગ્રેસના ઉમેદવારો ફોર્મ ન ભરે તો ભાજપના ઉમેદવાર બિનહરીફ ચૂંટાશે તેવું ગણિત હતું. પ્રમુખ પદ માટે ભાજપમાંથી માનસિંહ ચૌહાણ અને રાજુ પાઠક દાવેદર હતા. અને જો કોંગ્રેસ ફોર્મ ભરશે તો પક્ષ આ બંનેમાંથી એકને મેન્ડેટ આપશે, અને જો કોંગ્રેસ ફોર્મ નહીં ભરે તો બેમાંથી એકને બિનહરીફ પ્રમુખ બનાવવામાં આવશે તેવુ ગણિત હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.