Not Set/ સુરતમાં કોરોનાનો કહેર યથાવત, આજે નોંધાયા વધુ 12 પોઝિટીવ કેસ

સુરતમાં કોરોના વાયરસનો કહેર અટકવાનું નામ જ નથી લઇ રહ્યો. દિવસે ને દિવસે કોરોના પોઝિટીવની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે કોરોનાના વધુ 12  કેસ નોંધાતા કુલ પોઝિટિવ કેસનો આંકડો 2012 ને પાર પહોંચી ગયો છે. સુરતમાં છેલ્લા બે દિવસથી કોરોનાના કેસનો રાફડો ફાટી રહ્યો છે. ગુરુવારે 95 અને બુધવારે 96 કેસ મળી બે […]

Gujarat Surat
8de3c7f55fc2eebcd2fd6792529acb1b 1 સુરતમાં કોરોનાનો કહેર યથાવત, આજે નોંધાયા વધુ 12 પોઝિટીવ કેસ

સુરતમાં કોરોના વાયરસનો કહેર અટકવાનું નામ જ નથી લઇ રહ્યો. દિવસે ને દિવસે કોરોના પોઝિટીવની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે કોરોનાના વધુ 12  કેસ નોંધાતા કુલ પોઝિટિવ કેસનો આંકડો 2012 ને પાર પહોંચી ગયો છે.

સુરતમાં છેલ્લા બે દિવસથી કોરોનાના કેસનો રાફડો ફાટી રહ્યો છે. ગુરુવારે 95 અને બુધવારે 96 કેસ મળી બે દિવસમાં કુલ 191 કેસ નોંધાયા છે. આટલી મોટી સંખ્યામાં કેસો આવી જતા સુરતમાં હવે કોરોનાનું સંક્રમણ ઝડપથી વધી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે.

સુરતમાં કોરોનાના પોઝિટીવ કેસનો આંક 2012 ને પાર પહોંચી ગયો છે. જેમાં સુરત શહેરના 1889 અને જિલ્લાના 143 કેસનો સમાવેશ થાય છે. અત્યાર સુધીમાં શહેર જિલ્લામાં કોરોનાનો કુલ મૃત્યુઆંક 78 છે. શહેરના 44 અને જિલ્લાના 3 દર્દીઓ કોરોનાને માત આપી સાજા થતા તેમને રજા આપવામાં આવી છે. જેથી રિકવરી આંક 1306 પર પહોંચી ગયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.