Not Set/ સુરતમાં બપોર સુઘીમાં સામે આવ્યા 113 કેસ, સંક્રમણથી તંત્ર અવાક, CM કાલે સુરતની મુલાકાતે

સુરતને કોરોનાએ બરોબરનો અજગરી ભરડો લીધો હોય તેવું કોરોના સંક્રમણનાં આંકડાઓથી પ્રતિત થઇ રહ્યું છે , અત્યાર સુધી અમદાવાદ ગુજરાતમાં કોરોના સંદર્ભે બધી જ રીતે આગળ જોવામાં આવતુ હતુ. હવે કોરોનાએ સુરતને અમદાવાદની સાઇડ કાપવા માટે મજબૂર કર્યુ હોય તેવી રીતે પાછલા દિવસથી અમદાવાદ કરતા સુરતમાં કોરોના સંક્રમણનાં કેસ વધુ નોંધવામાં આવી રહ્યા છે.  જી હા, […]

Gujarat Surat
f9570605ed683cf52d1c6188ff9926a2 સુરતમાં બપોર સુઘીમાં સામે આવ્યા 113 કેસ, સંક્રમણથી તંત્ર અવાક, CM કાલે સુરતની મુલાકાતે

સુરતને કોરોનાએ બરોબરનો અજગરી ભરડો લીધો હોય તેવું કોરોના સંક્રમણનાં આંકડાઓથી પ્રતિત થઇ રહ્યું છે , અત્યાર સુધી અમદાવાદ ગુજરાતમાં કોરોના સંદર્ભે બધી જ રીતે આગળ જોવામાં આવતુ હતુ. હવે કોરોનાએ સુરતને અમદાવાદની સાઇડ કાપવા માટે મજબૂર કર્યુ હોય તેવી રીતે પાછલા દિવસથી અમદાવાદ કરતા સુરતમાં કોરોના સંક્રમણનાં કેસ વધુ નોંધવામાં આવી રહ્યા છે. 

1a2cc98409d95d85c8063b71098b697a સુરતમાં બપોર સુઘીમાં સામે આવ્યા 113 કેસ, સંક્રમણથી તંત્ર અવાક, CM કાલે સુરતની મુલાકાતે

જી હા, કોરોના સુરતને બદસુરત બનાવવા પર તુલ્યુ હોય તેવી રીતે આજે બપોર સુધીમાં ફરી સુરતમાં કોરોના વિસ્ફોટ થયો છે અને 113 નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. સુરત સિટીમાં બપોર સુધીમાં 75 કેસ નોંધાતા સિટીનાં અત્યાર સુધીનાં કોરોના કેસનો કુલ આંક 5159 થયો છે. જ્યારે સુરત ગ્રામ્યમાં બપોર સુધીમાં નવા 38 કેસ નોંધાયા છે. સુરત ગ્રામ્યના  કુલ 673 કેસ થયા છે. સુરત સિટી અને જિલ્લામાં મળી કુલ કેસ 5832 કેસ થયા છે. 

aebef352e2f0d38abae74f95a468c4c6 1 સુરતમાં બપોર સુઘીમાં સામે આવ્યા 113 કેસ, સંક્રમણથી તંત્ર અવાક, CM કાલે સુરતની મુલાકાતે

સુરતમાં કોરોનાનાં વઘતા સંક્રમણને કારણે સરકાર પણ ચિંતીત છે અને રાજ્યનાં આરોગ્ય સચિવે તો હાલ સુરતમાં જ ઘામા નાખ્યા છે. જી હા પાછલા ચાર દિવસથી આરોગ્ય સચિવ ડો. જ્યંતિ રવીનુ મુકામ સુરતમાં છે. વઘતા જતા કેસનાં કારણે ગુજરાતનાં મુખ્યમંત્રી વિજય રુપાણી પણ આવતીકાલે સુરત જશે. કોરોના વધતા સંક્રમણનાં મુદ્દે CM ખુદ અધિકારીઓ સાથે બેઠક કરશે. સુરતની સ્થિતિ વણસતા CM રૂપાણી દ્વારા સુરતની મુલાકાત લઇ સ્થિતિની જાતે જ તાગ મેળવવા અને વ્યવસ્થા પર નજીકથી નજર રાખી શકાય માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews