Not Set/ સુરતમાં વધુ એક આપધાત/ વેપારીનો કોરોના રીપોર્ટ નેગેટીવ આવતા ખાધો ગળેફાંસો

સુરતમાં એક તરફ લોકો કોરોનાના કારણે જીવ ગુમાવી રહ્યા છે. તો બીજી બાજુ લોકો આપઘાત કરી જીવન ટુંકાવી રહ્યા છે. આવામાં સુરતથી વધુ એક આપઘાતનો બનાવ સામે આવ્યો છે. અહીં એક વેપારીએ તેનો કોરોના રીપોર્ટ નેગેટીવ આવતા જીવન ટુંકાવ્યું છે. આ મામલે મળતી માહિતી અનુસાર સુરતના લિંબાયત વિસ્તારમાં કાપડનું કારખાનું ધરાવતા 40 વર્ષીય અમિતભાઇ અમરતભાઇ […]

Gujarat Surat
a15dd974a2053dcbe8a1feda10c9cf9d સુરતમાં વધુ એક આપધાત/ વેપારીનો કોરોના રીપોર્ટ નેગેટીવ આવતા ખાધો ગળેફાંસો

સુરતમાં એક તરફ લોકો કોરોનાના કારણે જીવ ગુમાવી રહ્યા છે. તો બીજી બાજુ લોકો આપઘાત કરી જીવન ટુંકાવી રહ્યા છે. આવામાં સુરતથી વધુ એક આપઘાતનો બનાવ સામે આવ્યો છે. અહીં એક વેપારીએ તેનો કોરોના રીપોર્ટ નેગેટીવ આવતા જીવન ટુંકાવ્યું છે.

આ મામલે મળતી માહિતી અનુસાર સુરતના લિંબાયત વિસ્તારમાં કાપડનું કારખાનું ધરાવતા 40 વર્ષીય અમિતભાઇ અમરતભાઇ પટેલનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો તેને લઇ તેઓ સતત તણાવમાં રહેતા હતા. પોતાના કાપડના યુનિટમાં જ ગળે ફાંસો ખાઇની જીવન ટુંકાવી લીધું હતું.

આપને જણાવી દઈએ કે ગઇકાલે સવારે તેઓ કારખાના પર ગયા જે બાદ સાંજ સુધી અમિતભાઇ ઘરે પહોંચ્યા ન હતા. જે બાદ પરિવારના સભ્યો ચિંતામાં મુકાયા હતા અને અવારનવાર તેમને કોલ કર્યા હતા પણ તેઓ એક પણ કોલનો જવાબ આપ્યો ન હતો.

છેવટે પરિવારના સભ્યો કારખાને પહોંચ્યા હતા. જ્યાં અમિતભાઇ કારખાનામાં પંખા સાથે સાડીના તાકો બાંધી ફાંસો ખાધેલી હાલતમાં મળતા તમામ ચોંકી ગયા હતા.

પ્રાથમિક તપાસ મુજબ, મૃતક અમિતભાઇનો રિપોર્ટ નેગેટીવ આવ્યો હતો. જેના કારણે તેઓ માનસિક તાણવ અનુભવી રહ્યા હતા. જો કે આખરે આવેશમાં આવી જઈને પોતાના કાપડના કારખાનામાં આ પગલું ભરી લેતા પરિવાર શોકમાં ગરકાવ જવા પામ્યો હતો. જોકે પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.