Not Set/ સુરતમાં શરૂ થયું પોસ્ટર યુદ્ધ…! રાજ્ય આરોગ્યપ્રધાન કિશોર કાનાણી ખોવાયા…!!

સુરતમાં પોસ્ટર યુદ્ધનું મંડાણ થયુ હોવાનું સામે આવી રહ્યું છે. જી હા સુરતમાં પોસ્ટર યુદ્ધ શરૂ થયું છે. ગુજરાત ભાજપનાં નેતા અને ગુજરાત સરકારમાં રાજ્ય આરોગ્યપ્રધાન કિશોર કાનાણી ખોવાયા હોવાનાં સુરતમાં પોસ્ટરો જોવામાં આવી રહ્યા છે. પોસ્ટરમાં સંદેશો આપવામાં આવી રહ્યો છે કે, સુરતનાં ધારાસભ્ય અનેરાજ્ય આરોગ્યપ્રધાન કિશોર કાનાણી પ્રજાને રામ ભરોસે મુકી દઈ કોરોનાનાં કપરા કાળમાં […]

Gujarat Surat
96b0a4ff80940ecfcf0a23b111f271e8 સુરતમાં શરૂ થયું પોસ્ટર યુદ્ધ...! રાજ્ય આરોગ્યપ્રધાન કિશોર કાનાણી ખોવાયા...!!

સુરતમાં પોસ્ટર યુદ્ધનું મંડાણ થયુ હોવાનું સામે આવી રહ્યું છે. જી હા સુરતમાં પોસ્ટર યુદ્ધ શરૂ થયું છે. ગુજરાત ભાજપનાં નેતા અને ગુજરાત સરકારમાં રાજ્ય આરોગ્યપ્રધાન કિશોર કાનાણી ખોવાયા હોવાનાં સુરતમાં પોસ્ટરો જોવામાં આવી રહ્યા છે. પોસ્ટરમાં સંદેશો આપવામાં આવી રહ્યો છે કે, સુરતનાં ધારાસભ્ય અનેરાજ્ય આરોગ્યપ્રધાન કિશોર કાનાણી પ્રજાને રામ ભરોસે મુકી દઈ કોરોનાનાં કપરા કાળમાં ક્યાંક ખોવાઇ ગયા છે. 

પોસ્ટર ફેઇસ કિશોર કાનાણી આ પોસ્ટર વોરનાં કારણે ફરી એકવાર વિવાદમાં આવ્યા હોવાનું સામે આવી રહ્યું છે, ત્યારે પૂર્વે પણ કિશોર કાનાણી વિવાદમાં આવ્યા હતા. જો કે તે સમયે કાનાણીએ કરેલાં ઉચ્ચારણ સામે વિરોધ થયો હતો. પરંતુ આ વખતે રાજ્ય આરોગ્ય પ્રધાન વિવાદમાં સપડાયાનું કારણ છે કે, કોરોનાનાં કાળમુખા કાળમાં સુરતની સુરત કોરોના બદસુરત કરી રહ્યો છે. અને લોકોમાં પોતાનાં લોક પ્રતિનિધીની નિસક્રિય હોવાની લાગણી જોવામાં આવી રહી છે. 

લોકો કે રાજકીય પ્રતિસ્પર્ધી જે કોઇ હોય તે, પરંતુ પોસ્ટરમાં કોરોના કાળમાં કિશોર કાનાણી ખોવાયાની વાત કરી સુરતમાં કોરોના કાળમાં કિશોર કાનાણી દ્વારા કોઇ અસર કારક કામગીરી નહી કરવામાં આવ્યાનું સામે લાવવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે ત્યારે પ્રશ્ન એ પણ છે કે, રાજ્ય આરોગ્યપ્રધાન કિશોર કાનાણી જવાબ આપશે ?

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews