Not Set/ સુરત/ ‘આરોગ્ય મંત્રી ખોવાયા છે’, મુદ્દે કુમાર કાનાણીએ કહ્યું, ‘આપ’ કરી રહ્યું છે હલકી કક્ષાની રાજનીતિ

ગુજરાત રાજ્યમાં કોરોના વાઇરસનો કહેર સતત વધી રહ્યો છે. તેમાં પણ ડાયમંડ સિટી સુરતમાં સતત કોરોના વાઇરસના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે સુરતમાં કોરોનાના કહેર વચ્ચે પોસ્ટર્સવોર શરૂ થઈ છે. રાજ્યના આરોગ્યમંત્રી કુમાર કાનાણી ખોવાયા હોવાના પોસ્ટરો વરાછા, સરથાણા જેવા વિસ્તારમાં લાગ્યા છે. તો સાથે સોશિયલ મીડિયા પણ કુમાર કાનાણી ખોવાયા હોવાની […]

Gujarat Surat

ગુજરાત રાજ્યમાં કોરોના વાઇરસનો કહેર સતત વધી રહ્યો છે. તેમાં પણ ડાયમંડ સિટી સુરતમાં સતત કોરોના વાઇરસના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે સુરતમાં કોરોનાના કહેર વચ્ચે પોસ્ટર્સવોર શરૂ થઈ છે.

રાજ્યના આરોગ્યમંત્રી કુમાર કાનાણી ખોવાયા હોવાના પોસ્ટરો વરાછા, સરથાણા જેવા વિસ્તારમાં લાગ્યા છે. તો સાથે સોશિયલ મીડિયા પણ કુમાર કાનાણી ખોવાયા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.

અત્રે મહત્વનુ છે કે, સુરતમાં કોરોનાના દર્દીઓની સંખ્યા દિવસે દિવસે વધી રહી છે. ત્યારે આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતિ રવિ પણ ત્રણ દિવસથી સુરતની મુલાકાતે છે તેમ છતા મંત્રી દેખાતા નથી.

આ મુદ્દે આરોગ્ય મંત્રી કુમાર કાનાણી સાથે વાત કરતાં તેમણે મંતવ્ય ન્યૂઝને જણાવ્યુ હતું કે, આ પોસ્ટર વોર આપ પાર્ટી કરી રહી છે. શહેર આખામાં આવા પોસ્ટર લગાવી ને હલકી કક્ષાની રાજનીતિ આપ દ્વારા કરવામાં આવી રહી ગોવાના આક્ષેપ તેમણે કર્યા હતા. વધુમાં તેમણે જણાવ્યુ હતું કે, મારા ઘરમાં 2 કોરોના પોઝિટિવ કેસ હતા. અને જેને લઈને હું પોતે ગાંધીનગર ખાતે હતો. જો આવામાં સુરત આવે તો હોમ કોરોન્ટાઈન થવું પડે તેમ હતું. આગામી ટૂંક સમયમાં મનપાની ચૂંટણી નજીક હોવાથી આ પ્રકારની હલકી રાજનીતિ કરવામાં આવી રહી છે.

ધ્રુવ સોમપુરા, મંતવ્ય ન્યૂઝ, સુરત 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.