Not Set/ સુરત/ ઓક્સિજન બોટલના ગોડાઉનમાં અચાનક થયો બ્લાસ્ટ, એકનું મોત

સુરતમાં એક બાજુ જ્યાં કોરોના વાયરસનો કહેર છે, ત્યારે બીજી બાજુ શહેરના ઉઘના રોડ નબર 9 પર આવેલા ઓક્સિજન બોટલના ગોડાઉનમાં મોટો બ્લાસ્ટ થયો છે. આ ઘટનામાં એકનું મોત થયું છે. તો બ્લાસ્ટની ઘટનામાં ચાર કામદારોને ગંભીર ઈજા પહોંચી છે, જેમને સારવાર માટે નજીકની ખાનગી હોસ્રિટલમા ખસેડવામા આવ્યા છે.  બીજી તરફ આ ઘટનાની ફાયર વિભાગને […]

Gujarat Surat
2a824669d26bc0a75e8bd4d2170931d4 સુરત/ ઓક્સિજન બોટલના ગોડાઉનમાં અચાનક થયો બ્લાસ્ટ, એકનું મોત

સુરતમાં એક બાજુ જ્યાં કોરોના વાયરસનો કહેર છે, ત્યારે બીજી બાજુ શહેરના ઉઘના રોડ નબર 9 પર આવેલા ઓક્સિજન બોટલના ગોડાઉનમાં મોટો બ્લાસ્ટ થયો છે. આ ઘટનામાં એકનું મોત થયું છે. તો બ્લાસ્ટની ઘટનામાં ચાર કામદારોને ગંભીર ઈજા પહોંચી છે, જેમને સારવાર માટે નજીકની ખાનગી હોસ્રિટલમા ખસેડવામા આવ્યા છે. 

બીજી તરફ આ ઘટનાની ફાયર વિભાગને કરાતા, તેઓએ ઘટના સ્થળે પહોચી 15 જેટલા લોકોને રેસ્ક્યુ કર્યા હતા. આ બ્લાસ્ટની ઘટનાને લઈ સ્થાનિક લોકોમા અફરાતફરીનો માહોલ છવાઈ ગયો હતો.

આપને જણાવી દઈએ કે, ઓકિસજન ગોડાઉનમા તપાસ કરતા એક કામદાર મૃત અવસ્થામા મળી આવ્યો હતો, જ્યારે અન્ય ચાર કામદારો ગંભીર રીતે દાઝી જતા તેમને 108 મારફતે નજીકની ખાનગી હોસ્પિટલમા ખસડવામા આવ્યા હતા. બ્લાસ્ટની ઘટનાને લઇને ફાયરની 10 થી વધુ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી. બ્લાસ્ટ એટલો જબરજસ્ત હતો કે આસપાસની દુકાનો ની દિવાલ પણ તોડી નાખી હતી. ફાયરના જવાનોએ ગોડાઉનમાથી ઓકિસજનની બોટલો પણ બહાર કાઢી હતી. જો કે આગ કયા કારણોસર લાગી છે તે અંગે જાણી શકાયુ નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.