Not Set/ સુરત કમિશનર દ્વારા મહત્વનો નિર્ણય, આ વિસ્તારોને ક્લસ્ટર ઝોનમાંથી  મળશે મુક્તિ..

કોરોનાનાં કહેરનાં કારણે સુરત બદસુરત બની રહ્યુ હોવા જેવી પ્રતિતિ થઇ રહી છે ત્યારે રણમાં જેમ મીઠા પાણીની વરડી આનંદીત કરી મુકે છે તે જ પ્રમાણે સુરત માટે સામે આવી રહેલા આ સમાચાર પણ સુરતવાસીઓને આનંદીત કરી દેશે. જી હા,  સુરતમાં કોરોના કહેરને ધ્યાનમાં રાખી શહેરના કેટલાક વિસ્તારોને ક્લસ્ટરઝોનમાં સમાવી દેવાયા હતા અને સમગ્ર વિસ્તારોને ક્લસ્ટરઝોન તરીકે […]

Gujarat Surat

કોરોનાનાં કહેરનાં કારણે સુરત બદસુરત બની રહ્યુ હોવા જેવી પ્રતિતિ થઇ રહી છે ત્યારે રણમાં જેમ મીઠા પાણીની વરડી આનંદીત કરી મુકે છે તે જ પ્રમાણે સુરત માટે સામે આવી રહેલા આ સમાચાર પણ સુરતવાસીઓને આનંદીત કરી દેશે. જી હા,  સુરતમાં કોરોના કહેરને ધ્યાનમાં રાખી શહેરના કેટલાક વિસ્તારોને ક્લસ્ટરઝોનમાં સમાવી દેવાયા હતા અને સમગ્ર વિસ્તારોને ક્લસ્ટરઝોન તરીકે જાહેર કરી કોરોનાનું સક્ર્મણ અટકાવી દેવાય તેવો તંત્ર દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો હતો. 

28 દિવસ સુધી સતત ક્લસ્ટરઝોન રાખ્યા બાદ પણ એક પણ કેસ આ વિસ્તારોમાંથી સામે નહિં આપવતા શહેરના રાંદેર, ડિંડોલી, રાંદેર ટાઇન, વિસ્તારોને ક્લસ્ટર ઝોનમાંથી મુક્તિ મળી છે. આ ઝોનમાં લગભગ 2.62 લાખ લોકો વસવાટ કરે છે. સરકારની નવીનીતિ મુજબ જ અનેક ક્લસ્ટરઝોન વિસ્તારોને મુક્ત કરવામાં આવેલ છે, ત્યારે હવે જે સોસોયટી કે એપાર્ટમેન્ટમાં કોરોના પોઝિટિવ નીકળશે તેવા વિસ્તારને ક્વોરેન્ટાઇન કરવામાં આવશે. અને બાકીનાં વિસ્તારોને મુક્ત કરવામાં આવશે તેવી દીશામાં તંત્ર દ્રારા પગલા માંડવાની શરુઆત કરી દેવામાં આવી છે. 

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝની આ ખાસ રજૂઆતના માધ્યમથી……

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….