Not Set/ સુરત/ કોરોનાગ્રસ્ત સેન્ટ્રલ ઝોનમાં છૂટછાટ જાહેર કરવા MLA અરવિંદ રાણાની મુખ્યપ્રધાનને રજુઆત

લોકડાઉન 4 અંતર્ગત સમગ્ર શહેરમાં મોટા પાયે છૂટછાટો જાહેર થતા જનજીવન રાબેતા મુજબનું થઈ રહ્યું છે. પણ સેન્ટ્રલ ઝોનમાં છેલ્લા 60 દિવસથી ચુસ્ત લોકડાઉન લાગુ છે. કોટ વિસ્તારના પાંચ લાખ લોકો 60 દિવસથી ઘરમાં કેદ છે. આખા કોટ વિસ્તારમાં પાંચ લાખ લોકોની વસ્તી વચ્ચે ફક્ત 35 એક્ટિવ કેસ છે ત્યારે આખા સેન્ટ્રલ ઝોનને બાનમાં રાખવાને […]

Gujarat Surat
7c09c6307958466181fba9e74358e92c સુરત/ કોરોનાગ્રસ્ત સેન્ટ્રલ ઝોનમાં છૂટછાટ જાહેર કરવા MLA અરવિંદ રાણાની મુખ્યપ્રધાનને રજુઆત

લોકડાઉન 4 અંતર્ગત સમગ્ર શહેરમાં મોટા પાયે છૂટછાટો જાહેર થતા જનજીવન રાબેતા મુજબનું થઈ રહ્યું છે. પણ સેન્ટ્રલ ઝોનમાં છેલ્લા 60 દિવસથી ચુસ્ત લોકડાઉન લાગુ છે. કોટ વિસ્તારના પાંચ લાખ લોકો 60 દિવસથી ઘરમાં કેદ છે. આખા કોટ વિસ્તારમાં પાંચ લાખ લોકોની વસ્તી વચ્ચે ફક્ત 35 એક્ટિવ કેસ છે ત્યારે આખા સેન્ટ્રલ ઝોનને બાનમાં રાખવાને બદલે છૂટછાટ જાહેર કરવા ધારાસભ્ય અરવિંદ રાણાએ મુખ્યપ્રધાનને પત્ર લખી રજુઆત કરી છે..

સમગ્ર શહેરમાં સેન્ટ્રલ ઝોન એવો છે જ્યાં 60-60 દિવસથી લોકડાઉનમાં કોઈ છૂટછાટ આપવામાં આવી નથી. 100 ટકા લોકડાઉનના કારણે કોટ વિસ્તારના હજારો પરિવારો રસ્તા પર આવી જાય તેવી સ્થિતિ છે. શહેરમાં કોરોનાના 324 એક્ટિવ દર્દી છે તે પૈકી સેન્ટ્રલ ઝોનમાં ફક્ત 35 એક્ટિવ દર્દી છે.

અરવિંદ રાણાએ સીએમને પત્ર લખી રજુઆત કરી છે કે કોરોનાને લગતી ગાઈડલાઈનમાં સતત ફેરફાર થતો હોવાથી તેને ધ્યાનમાં રાખીને સેન્ટ્રલ ઝોનમાં છૂટછાટ આપવાની આવશ્યકતા છે.  જે વિસ્તારમાં પોઝિટિવ કેસ છે તેને બંધ રાખીને બાકીનો વિસ્તાર ખોલવા તેમણે માંગ કરી છે.

ધ્રુવ સોમપુરા, મંતવ્ય ન્યુઝ – સુરત

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” નીનવી મોબાઇલ એપ્લિકેશન.