Not Set/ સુરત જિલ્લામાં કોરોનાનો કહેર યથવાત, આજે નવા 12 કેસ નોંધાયા, એક દર્દીનું મોત

સુરત જિલ્લામાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. સુરત જિલ્લામાં આજે ફરી કોરોના વાયરસના નવા 12 કેસ નોંધાયા છે. જ્યારે 1 દર્દીનું મોત નીપજ્યું છે. દર્દીના મોત સાથે આજે મૃત્યુઆંક 3 થયો છે. આ સાથે સુરત જિલ્લામાં કોરોના સંક્રમિતોની સંખ્યા 2367 પર પહોંચી ગઈ છે. તો અત્યાર સુધી 90 લોકોના મૃત્યુ થયા છે.  રાજ્યમાં […]

Gujarat Surat
c70fdb85e868983c14246b5d9b67366d સુરત જિલ્લામાં કોરોનાનો કહેર યથવાત, આજે નવા 12 કેસ નોંધાયા, એક દર્દીનું મોત

સુરત જિલ્લામાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. સુરત જિલ્લામાં આજે ફરી કોરોના વાયરસના નવા 12 કેસ નોંધાયા છે. જ્યારે 1 દર્દીનું મોત નીપજ્યું છે. દર્દીના મોત સાથે આજે મૃત્યુઆંક 3 થયો છે. આ સાથે સુરત જિલ્લામાં કોરોના સંક્રમિતોની સંખ્યા 2367 પર પહોંચી ગઈ છે. તો અત્યાર સુધી 90 લોકોના મૃત્યુ થયા છે. 

રાજ્યમાં કુલ 22,067 કેસમાંથી 15,635 એકલા‌ અમદાવાદ જિલ્લામાં છે. સુરતમાં 2367 અને વડોદરા જિલ્લામાં 1434 કેસ નોંધાયા છે. આ ત્રણ જિલ્લામાં 19436 કેસ એટલે કે 88 ટકા કેસ છે. કુલ 1385 મૃત્યુમાંથી અમદાવાદમાં 1117, સુરતમાં 90, વડોદરામાં 43 છે. ત્રણ જિલ્લાઓમાં મળીને 1250 એટલે કે 90 ટકા મૃત્યુ છે.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FaceBookTwitterInstagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….