Election/  આમ આદમી પાર્ટીએ કરી ફરિયાદ, EVMમાં આપનું બટન દબાતું જ નથી

 આમ આદમી પાર્ટીએ કરી ફરિયાદ, EVMમાં આપનું બટન દબાતું જ નથી : રાજભા ઝાલા

Rajkot Gujarat Trending
punjab 34  આમ આદમી પાર્ટીએ કરી ફરિયાદ, EVMમાં આપનું બટન દબાતું જ નથી

ગુજરાતની 6 મહાનગર પાલિકાની ચૂંટણી માટે આજે સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયું છે. અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર અને ભાવનગરમાં સવારે 7.00 વાગ્યા થી મતદાન શરુ હતી ચુક્યું છે. મતદાતાઓ વહેલી સવારે જ પોતાના મતાધિકારોનો ઉપયોગ કરવા માટે મતદાન કેન્દ્ર પર પહોંચી ગયા હતાં. સાંજે 6 વાગ્યા સુધી મતદાન થશે. 23 તારીખે મતગણતરી યોજાશે. આ મતદાનમાં કેટલીક જગ્યાએ EVM ખોટકાવાની ઘટના પણ સામે આવી છે. તો કેટલીક જગ્યાએ અમુક ચોક્કસ પાર્ટીના બટન ન દબાઈ નહિ રહ્યાની ફરિયાદ સામે આવી રહી છે.

Election / રાજકોટના 18 વોર્ડ માં 72 બેઠકો માટે મતદાન પ્રક્રિયાનો પ્રારંભ

Election / અહીં ખોટકાયું EVM, મતદાન 25 મિનિટ મોડુ શરૂ થયુ

પ્રાપ્ત વિગતો અનુસાર રાજકોટ આમ આદમી પાર્ટીએ ફરિયાદ કરી છે કે, EVMમાં આપનું બટન દબાતું જ નથી. મશીનમાં ખામી છે.  આપ નેતા રાજભા ઝાલાએ ફરિયાદ નોધાવી છે.

નોધનીય છે કે, રાજ્યમાં 6 મનપા માટે કુલ 575 બેઠકો માટે 2276 ઉમેદવારો મેદાનમાં છે.  ભાજપના 577 ઉમેદવાર, કોંગ્રેસના 566 ઉમેદવાર, NCPના 91,  AAPના 470 ઉમેદવાર અને અન્ય પક્ષના 353 ઉમેદવાર વચ્ચે રસાકસી છે. અપક્ષનાં 228 ઉમેદવાર મેદાનમાં છે.

11,121 મતદાન મથકો પર આજે મતદાન યોજાશે. જેમાં 2,225 સંવેદનશીલ બૂથ, 1188 બૂથ અતિ સંવેદનશીલ છે. આ ચૂંટણીમાં રાજ્યમાંથી કુલ 60,60435 પુરુષ મતદારો અને કુલ 54,06,538 સ્ત્રી મતદારો મતદાન કરશે. 63,209નો પોલીંગ સ્ટાફ કામગીરીમાં જોડાયો છે. 32,262 પોલીસકર્મી સુરક્ષા બંદોબસ્તમાં તહેનાત કરવામાં આવ્યા છે.