Not Set/ સુરત/ પોલીસે કોઈની ભેટ સ્વીકારવી નહીં કે કોઈ પાસે લેવી નહીં : નવનિયુક્ત પોલીસ કમિશ્નર

  ગુજરાત રાજ્યમાં હાલમાં જ મોટાપાયે IPS અધિકારીઓની બદલી કરવામાં આવી છે. જેમાં  સુરત શહેરના નવા પોલીસ કમિશ્નર તરીકે અજય તોમરે ચાર્જ સાંભળી લીધો હતો. ચાર્જ સાંભળ્યા બાદ પત્રકારોને સંબોધતા નવ નિયુક્ત સુરત પોલીસ કમિશ્નરે જણાવ્યું હતું કે આર. બી બ્રહ્મભટ્ટ દ્વારા અત્યાર સુધી શહેરમાં લૉ એન્ડ ઓર્ડરની પરિસ્થિતિ ખૂબ જ સારી રીતે સંભાળવામાં આવી […]

Gujarat Surat
b24f25af7be722f2c18d2c4123bd0f00 સુરત/ પોલીસે કોઈની ભેટ સ્વીકારવી નહીં કે કોઈ પાસે લેવી નહીં : નવનિયુક્ત પોલીસ કમિશ્નર
 

ગુજરાત રાજ્યમાં હાલમાં જ મોટાપાયે IPS અધિકારીઓની બદલી કરવામાં આવી છે. જેમાં  સુરત શહેરના નવા પોલીસ કમિશ્નર તરીકે અજય તોમરે ચાર્જ સાંભળી લીધો હતો. ચાર્જ સાંભળ્યા બાદ પત્રકારોને સંબોધતા નવ નિયુક્ત સુરત પોલીસ કમિશ્નરે જણાવ્યું હતું કે આર. બી બ્રહ્મભટ્ટ દ્વારા અત્યાર સુધી શહેરમાં લૉ એન્ડ ઓર્ડરની પરિસ્થિતિ ખૂબ જ સારી રીતે સંભાળવામાં આવી છે. શહેરમાં લો એન્ડ ઓર્ડરની સ્થિતિ વધુ સઘન બનાવવા માટે અમે કટિબદ્ધ છે. પ્રજા માટે પોલિસિંગ વ્યવસ્થા વધુ સારી કરવામાં આવશે.

રક્ષાબંધનના પર્વ પર ચાર્જ લેનાર પોલીસ કમિશનર અજય તોમરે શહેરની તમામ બહેનોને જણાવ્યું હતું કે તેઓ પોતાના સ્વપ્ન પૂરા કરવા માટે આગળ વધે પોલીસ તેમની સાથે છે અને હંમેશા તેમની સુરક્ષા માટે તત્પર રહેશે. સુરતમાં હાલ કોરોના ના કેસો વધી રહ્યા છે અને આ વચ્ચે પોલીસ કમિશનર અજય તોમરે જણાવ્યું હતું કે અમદાવાદમાં પણ કોરોના કેસ મેં નિયંત્રણ કરવાનો અનુભવ હોવાથી સુરતમાં પણ તેજ સ્ટ્રેટેજી અપનાવી પોલીસ કાર્ય કરશે.

વધુમાં તેમણે જીલ્લાની પોલીસ માટે કડક આદેશ બહાર પડતા જણાવ્યું છે કે, પોલીસે કોઈની ભેટ સ્વીકારવી નહીં કે કોઈ પાસે લેવી નહીં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝની નવી મોબાઇલ એપ્લિકેશન.