Not Set/ સુરત/ મનપાના અધિકારીઓએ ઓફિસમાં જ જામાવી દારૂની મહેફિલ, વિડીયો થયો વાયરલ

ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં દારૂની રેલમછેલ છે અને લોકો બિન્દાસ દારૂ પીવે છે. આ જોઇને લાગે છે કે ગુજરાતમાંદારૂબંધી માત્ર કાગળ પર જ સીમિત છે. સુરત મનપાના અધિકારઓ દારૂની મહેફિલ માણતા હોય તેવું જોવા મળી રહ્યું છે. હાલ સોશિયલ મીડિયામાં તેનો વીડિયો વાયરલ થયો છે. જો કે આ બંને અધિકારીની ઓળખ કરી પાલિકા કમિશનર દ્વારા બન્નેને […]

Gujarat Surat
5d770fdc9329b7146ea6d230b09ef7c2 સુરત/ મનપાના અધિકારીઓએ ઓફિસમાં જ જામાવી દારૂની મહેફિલ, વિડીયો થયો વાયરલ

ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં દારૂની રેલમછેલ છે અને લોકો બિન્દાસ દારૂ પીવે છે. આ જોઇને લાગે છે કે ગુજરાતમાંદારૂબંધી માત્ર કાગળ પર જ સીમિત છે. સુરત મનપાના અધિકારઓ દારૂની મહેફિલ માણતા હોય તેવું જોવા મળી રહ્યું છે. હાલ સોશિયલ મીડિયામાં તેનો વીડિયો વાયરલ થયો છે. જો કે આ બંને અધિકારીની ઓળખ કરી પાલિકા કમિશનર દ્વારા બન્નેને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યાં છે. ઉધના ઝોનમાં ફરજ બજાવતા વિરેન્દ્ર ઠાકોર અને વિશાલ મુન્શી દારૂની મસ્ત મજા માણતા હોય તેવો વીડિયો સામે આવ્યો છે.

આપને જણાવી દઈએ કે, વીડિયોમાં દેખાતા ઉધના ઝોનના સર્વેયર તરીકે કામ કરતાં બન્ને અધિકારીઓ દારૂ બંધીના લીરેલીરા ઉડાવીને દારૂની પાર્ટી કરતાં હોવાનું સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યું છે.

03 1599293495 સુરત/ મનપાના અધિકારીઓએ ઓફિસમાં જ જામાવી દારૂની મહેફિલ, વિડીયો થયો વાયરલ

બન્ને અધિકારીઓને જાણે કોઇ ડર જ ના હોય તેમ બિન્દાસ દારૂની પાર્ટી માની રહ્યા છે. એક તરફ ગાંધીના ગુજરાત દારૂબંધીની અમલવારીની રાજ્ય સરકાર વાત કરતી હોય, ત્યાં બીજી તરફ તેમના જ વિભાગના અધિકારીઓ આ રીતે ચાલુ ફરજ દરમિયાન દારૂની મહેફિલ માણી લીરેલારી ઉડાવી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે અગાઉ બે ઝોનમાં કમર્ચારીઓ ચાલુ ફરજે દારૂની પાર્ટી કરતા તંત્ર દ્વારા કાર્યવાહી કરાઈ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.