Not Set/ સુરત – રોજનું 50 લાખનું નુકસાન કરતા સિનેમા ઘરો પાછલા 100 દિવસથી છે બંધ

કોરોનાએ  વિશ્વભરમાં મોત અને સંક્રમણ મામલે તો હાહાકાર મચાવ્યો જ છે, પરંતુ કોરોનાને કારણે આર્થિક નુકસાન અને રોજગારી મામલે પણ નુકસાન અનહદ થઇ રહ્યું છે. આમ તો કોરોનાનાં કારણે તમામ ક્ષેત્રોની આર્થિક સ્થિતિ પાયમાલી તરફ આગળ વધી રહી છે, પરંતુ જો વાત કરવામાં આવે ફક્ત સુરત શહેર અને સુરતનાં સિનેમાઘરોની  તો, સુરતમાં  કોરોનાનાં કારણે સિનેમાઘરો બંધ છે […]

Gujarat Surat
7dd92f337283c0210f0e193eeb28de35 સુરત - રોજનું 50 લાખનું નુકસાન કરતા સિનેમા ઘરો પાછલા 100 દિવસથી છે બંધ

કોરોનાએ  વિશ્વભરમાં મોત અને સંક્રમણ મામલે તો હાહાકાર મચાવ્યો જ છે, પરંતુ કોરોનાને કારણે આર્થિક નુકસાન અને રોજગારી મામલે પણ નુકસાન અનહદ થઇ રહ્યું છે. આમ તો કોરોનાનાં કારણે તમામ ક્ષેત્રોની આર્થિક સ્થિતિ પાયમાલી તરફ આગળ વધી રહી છે, પરંતુ જો વાત કરવામાં આવે ફક્ત સુરત શહેર અને સુરતનાં સિનેમાઘરોની  તો, સુરતમાં  કોરોનાનાં કારણે સિનેમાઘરો બંધ છે અને પાછલા અધધધ 100થી વધુ સમયથી બંધ છે. 

હાલનાં સિનેમાઘરો અને તેની લક્ઝુસીયસ સુવિધાઓને કારણે સિનેમાઘરોનું મેન્ટેન્શ પણ અધધધ આવુ હોય તે સ્વાભાવિક છે. પગાર – ઓવરહેડ ખર્ચ સહિતનાં ખર્ચને જો આમા જોડી દેવામાં આવે તો સિનેમાઘર બંધ હોવાને કારણે મોટુ નુકશાન થઇ રહ્યું છે. જી હા, દરરોજ 50 લાખથી વધુનું નુકશાન થઈ રહ્યું છે.

કોરોના કાળ અને ઉનાળુ વેકેશનનો સમય લગભગ સાથે જ શરુ થયો અને સિનેમાઘરો માટેની સૌથી સારી સિઝન જેને કહેવામાં આવે છે તે બરબાદ થઇ ગઇ અને બરબાદી તરફ લઇ ગઇ. વેકેશનને કારણે વધુ લોકો સિનેમા જોવા આવે છે તે સ્વાભાવિક છે, પરંતુ લોકડાઉન અને કોરોનાના કહેર વચ્ચે સિનેમાઘરો ચાલુ કરવાની મંજૂરી નથી મળી રહી. 

એકલા સુરત શહેરમાં સિંગલ અને મલ્ટીપ્લેક્ષ મળી 60 સ્ક્રીન છે. 100 દિવસથી સિનેમાઘરો બંધ હોવાથી 50 કરોડનું નુકસાન તો થઇ ચૂક્યુ હોવાનું સામે જ છે, ત્યારે તે પ્રશ્ન પણ સામે છે કે, જો મંજૂરી આપી દેવામાં આવે અને સરકાર કદાચ કહી પણ દે કે સિનેમાઘર ખોલી શકાશે પરંતુ લોકો કોરોનાની બીકનાં કારણે સિનેમા જોવા માટે આવશે??

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews