Not Set/ સુરત/ સાયણ રોડ પર આવેલ અંજની ઇન્ડસ્ટ્રીઝમાં લાગી આગ, 5 ફાયરની ગાડીઓ ઘટના સ્થળે

સુરતમાં કાપડના કારખાનામાં ભીષણ આગ લાગતા દોડધામ મચી ગઇ છે. સાયણ રોડ પર આવેલા અંજની ઇન્ડસ્ટ્રીમાં વહેલી સવારે અચાનક જ આગ ભભુકી ઉઠી હતી. કારખાનાના ત્રીજા માળે આગ લાગતા અફરાતફરીનો માહોલ જોવા મળ્યો છે. ફાયરની 5 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. ફાયર ફાયટરોએ કલાકો સુધી આગ પર પાણીનો મારો ચલાવ્યા બાદ આગ કાબુમાં આવી છે. […]

Gujarat Surat
81b5db2d284654d611b30d00fbc2dc76 સુરત/ સાયણ રોડ પર આવેલ અંજની ઇન્ડસ્ટ્રીઝમાં લાગી આગ, 5 ફાયરની ગાડીઓ ઘટના સ્થળે

સુરતમાં કાપડના કારખાનામાં ભીષણ આગ લાગતા દોડધામ મચી ગઇ છે. સાયણ રોડ પર આવેલા અંજની ઇન્ડસ્ટ્રીમાં વહેલી સવારે અચાનક જ આગ ભભુકી ઉઠી હતી. કારખાનાના ત્રીજા માળે આગ લાગતા અફરાતફરીનો માહોલ જોવા મળ્યો છે. ફાયરની 5 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. ફાયર ફાયટરોએ કલાકો સુધી આગ પર પાણીનો મારો ચલાવ્યા બાદ આગ કાબુમાં આવી છે. હજુ સુધી કોઈ જાનહાનિના અહેવાલ મળ્યા નથી. 

મળતી માહિતી અનુસાર  આ એક લુમ્સનું કારખાનું છે. હાલ ફાયરની 5 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી છે. લુમ્સના મશીન બળીને ખાખ થઈ ગયા હોવાનું જાણવા મળ્યું છે. હાલ આગ ક્યા કારણસર લાગી તે જાણી શકાયું નથી પરંતુ આગના કારણે લાખોના નુકસાનની ભીતી સેવાઇ રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.