Not Set/ રાજકોટ: આશા વર્કર બહેનોએ કલેકટર કચેરી ખાતે કર્યા ઉગ્ર ધરણા

આજે આશા વર્કર બહેનોની દેશ વ્યાપી હડતાલ છે.  જેમાં રાજકોટ શહેર અને જીલ્લાની આશા વર્કર બહેનો પણ હડતાલમાં જોડાઈ હતી. બુધાવરના રોજ રાજકોટ શહેર અને જીલ્લાની આશા વર્કર બહેનો દ્વારા કલેકટર કચેરી ખાતે ધરણા કરી અને ઉગ્ર સુત્રોચાર કર્યા હતા. મીનીમમ વેજીસ, પેન્શનના લાભો, તેમજ લઘુતમ વેતન વધારવા આગામી બજેટમાં જોગવાઈ કરવા સહીતની માંગ સાથે […]

Gujarat
3 2 રાજકોટ: આશા વર્કર બહેનોએ કલેકટર કચેરી ખાતે કર્યા ઉગ્ર ધરણા

આજે આશા વર્કર બહેનોની દેશ વ્યાપી હડતાલ છે.  જેમાં રાજકોટ શહેર અને જીલ્લાની આશા વર્કર બહેનો પણ હડતાલમાં જોડાઈ હતી. બુધાવરના રોજ રાજકોટ શહેર અને જીલ્લાની આશા વર્કર બહેનો દ્વારા કલેકટર કચેરી ખાતે ધરણા કરી અને ઉગ્ર સુત્રોચાર કર્યા હતા. મીનીમમ વેજીસ, પેન્શનના લાભો, તેમજ લઘુતમ વેતન વધારવા આગામી બજેટમાં જોગવાઈ કરવા સહીતની માંગ સાથે ધરણા પર ઉતરી આવ્યા હતા.

2 1 રાજકોટ: આશા વર્કર બહેનોએ કલેકટર કચેરી ખાતે કર્યા ઉગ્ર ધરણા

અલકાબેન ભટ્ટ (આશા વર્કર મહિલા)નું કહેવું છે કે કેન્દ્ર સરકારે કોર્ટના આદેશ મુજબ જે લઘુતમ વેતન મજદૂર યુનીયન અને આશા વર્કરને જે 18000 વેતન ફાળવવામાં  આવે છે જે હજુ સુંધી અમલમાં મુકેલ નથી.

અલકાબેનનું કહેવું છે કે, સરકારને અમારો એક જ મેસેજ છે કે લઘુતમ વેતન અમારું ચાલુ કરો, બીજું ઇન્સેન્ટીવ થોકાળા જે અમારી ઉપર થોપેલા છે તેને બંધ કરો અને ત્રીજીવાત કે આ તમામ નિર્યણનો અમલ કરવામાં આવે અને આ બધી આશા વર્કરો જે પોતાના બાળકોને અહી લઈને આવી છે તે લોકોને પોતાનો કોઈ સ્વાર્થ નથી.

અમારું બહુ શોષણ થઈ રહ્યું છે અને સરકાર એવા નારા લગાવી રહી છે કે સ્ત્રીઓના શોષણ બંધ કરો પરતું અહી સૌથી પહેલું શોષણ તો અમારું જ થાય છે. અલકાબેને કહ્યું કે, સરકાર અમારી વાતો સાંભળે અને તેનો જવાબ આપો નહીં તો આ ધરણા હજુ આમ જ ચાલુ રહેશે.

આશા વર્કર બહેનો દ્વારા ચીમકી ઉગારવામાં આવી હતી કે, જો તેઓની માંગણી સંતોષવામાં નહિ આવે તો આગામી દિવસો માં ધરણા ચાલુ રાખવામાં આવશે અને ઉગ્ર આંદોલન પર કરવામાં આવશે.