Not Set/ સુરત/ હિરાના વેપારીને કોરોના પોઝિટીવ આવ્યા બાદ ટ્રેન નીચે મૂક્યું પડતું…

ગુજરાત રાજ્યમાં કોરોના વાઇરસનો કહેર સતત વધી રહ્યો છે. ત્યારે સુરત એ કોરોનાના નવા એપી સેન્ટર તરીકે સામે આવી રહ્યું છે. સુરત શહેર અને જીલ્લામાં સતત કોરોના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે સુરતના એક હીરાના વેપારીને કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યા ટ્રેન નીચે પડતું મૂકયાનો બનાવ સામે આવ્યો છે. પ્રાપ્ત વિગતો અનુસાર 63 વર્ષીય […]

Gujarat Surat
a2a78bf07dcb50eb4b669436485c60d1 સુરત/ હિરાના વેપારીને કોરોના પોઝિટીવ આવ્યા બાદ ટ્રેન નીચે મૂક્યું પડતું...

ગુજરાત રાજ્યમાં કોરોના વાઇરસનો કહેર સતત વધી રહ્યો છે. ત્યારે સુરત એ કોરોનાના નવા એપી સેન્ટર તરીકે સામે આવી રહ્યું છે. સુરત શહેર અને જીલ્લામાં સતત કોરોના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે સુરતના એક હીરાના વેપારીને કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યા ટ્રેન નીચે પડતું મૂકયાનો બનાવ સામે આવ્યો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર 63 વર્ષીય હીરાના વેપારીએ ટ્રેન નીચે પડતું મૂક્યું છે. વૃદ્ધે રાજધાની ટ્રેન સામે પડતું મૂકી આપઘાત કર્યો છે. શહેરના નાનપુરા દેના જ્યોતિ પેલેશ કૈલાશ હોટેલ સામે રહેતા કુમારપાળ નટવરલાલ શાહને થોડા દિવસો પહેલા તાવ આવ્યા બાદ રિપોર્ટ કઢાવતા પોઝિટીવ આવ્યો હતો. આજે વહેલી સવારે પત્નીને ઉંઘતી છોડી કુમારપાળ એક્ટિવા લઈ ઘરેથી નીકળી ગયા હતા. શોધખોળ કર્યા બાદ એક્ટિવા ઉધના રેલવે સ્ટેશન બહારથી મળી આવ્યા બાદ તપાસ કરતા મૃતદેહ મળી આવ્યો હતો.

કોરોના પોઝિટિવ આવ્યા બાદ કુમારપાળે રાજધાની ટ્રેન સામે પડતું મૂકી આપઘાત કરી લીધો હતો. હાલ આ મામલે ઉધના રેલવે પોલીસે તપાસ હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.