Not Set/ સુરત/ MD ડ્રગ્સકાંડમાં મોટા ઘટસ્ફોટની શક્યતા,પોલીસે 40 નબીરાઓ પૈકી 20ની કરી પૂછપરછ

એક તરફ દેશમાં સુશાંત સિંહ રાજપૂતની હત્યાના કેસમાં ડ્રગ્સનું કનેક્શન ખુલ્યા બાદ ચારેય બાજુ હાહાકાર મચ્યો છે ત્યારે ડ્રગ્સના પડધાં ગુજરાતમાં પણ પડ્યા છે. ગુજરાત પોલીસે કરોડો રૂપિયાનું ડ્રગ્સ ઝડપી પાડ્યું છે જેમાં સુરતનો કેસ સૌથી વધુ હાઇપ્રોફાઇલ બની ગયો છે. ઉદ્યોગપતિ સલીમ નુરાનીના કુંવર આદિલની આ કેસમાં સંડોવણી બહાર આવ્યા બાદ જ પોલીસે તમામ […]

Gujarat Surat
3dc6fe472de0ae2050413292a88d1de4 સુરત/ MD ડ્રગ્સકાંડમાં મોટા ઘટસ્ફોટની શક્યતા,પોલીસે 40 નબીરાઓ પૈકી 20ની કરી પૂછપરછ

એક તરફ દેશમાં સુશાંત સિંહ રાજપૂતની હત્યાના કેસમાં ડ્રગ્સનું કનેક્શન ખુલ્યા બાદ ચારેય બાજુ હાહાકાર મચ્યો છે ત્યારે ડ્રગ્સના પડધાં ગુજરાતમાં પણ પડ્યા છે. ગુજરાત પોલીસે કરોડો રૂપિયાનું ડ્રગ્સ ઝડપી પાડ્યું છે જેમાં સુરતનો કેસ સૌથી વધુ હાઇપ્રોફાઇલ બની ગયો છે. ઉદ્યોગપતિ સલીમ નુરાનીના કુંવર આદિલની આ કેસમાં સંડોવણી બહાર આવ્યા બાદ જ પોલીસે તમામ એંગલથી તપાસ કરી છે. પોલીસની તપાસમાં બહાર આવ્યું છે કે સુરતના 40થી વધુ નબીરા તેના સંપર્કમાં હતા.

સુરતમાં એમડી ડ્રગ્સ કેસમાં ઝડપાયેલા મુખ્ય આરોપી આદિલ નુરાનીના પોલીસે વધુ 4 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. ત્યારે આ મામલે આદિલની પૂછપરછમાં પોલીસને અનેક ચોંકાવનારી માહિતી મળી હોવાનું સામે આવ્યું છે.

આ પણ વાંચો: સુરત/ બાળકોની સામે માતાએ ભર્યું આ ભયાનક પગલું, પરિવારજનો રહી ગયા દંગ  

નોંધનીય છે કે સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ શહેરના ટોચના ઉદ્યોગપતિઓ અને તેમની પત્નીઓ પણ ડ્રગ્સની બંધાણી હોવાની ચર્ચા છે. ઉલ્લેખનીય છે કે પોલીસે 40 નબીરાઓ પૈકી 20ની પૂછપરછ પૂર્ણ કરી છે. વધુમાં પોલીસ અધિકારીએ જણાવ્યું કે પૂછપરછમાં કોઈની પણ ગુનાહિત પ્રવૃતિ કે તેની પાસેથી ડ્રગ્સ મળ્યું હોય એવુ કશું સામે આવ્યું નથી. આદિલના મુંબઈમાં કનેક્શન હોવાની આશંકા છે.ઉલ્લેખનીય છે કે સુરત ક્રાઇમ બ્રાન્ચ ટૂંક સમયમાં ડ્રગ્સને લઇને મોટો ઘટસ્ફોટ કરે તેવી શક્યતા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.