Not Set/ સુશાંતસિંહ રાજપૂતની આત્મહત્યા મામલે સલમાન, એકતા, કરન જોહર સહિત 8 લોકો પર કેસ દાખલ

સુશાંત સિંહ રાજપૂત આપઘાત કેસમાં નિર્માતા-દિગ્દર્શક કરણ જોહર, સંજય લીલા ભણસાલી, એકતા કપૂર અને અભિનેતા સલમાન ખાન સહિત આઠ લોકો પર ગુનો નોંધવામાં આવ્યો છે. સુશાંત સિંહ રાજપૂતે ગત રવિવારે પોતાના મુંબઈનાં ઘરે ગળે ફાંસો ખાઇ લીધો હતો. આ સમાચાર આવ્યા પછીથી જ કેટલાક બોલિવૂડ સ્ટાર્સ અને લોકોની પૂછપરછ થવા લાગી. આ પછી, સુશાંતે આત્મહત્યા […]

Uncategorized
c5eb5c54378e275af92dcc1eeb0d35ee સુશાંતસિંહ રાજપૂતની આત્મહત્યા મામલે સલમાન, એકતા, કરન જોહર સહિત 8 લોકો પર કેસ દાખલ

સુશાંત સિંહ રાજપૂત આપઘાત કેસમાં નિર્માતા-દિગ્દર્શક કરણ જોહર, સંજય લીલા ભણસાલી, એકતા કપૂર અને અભિનેતા સલમાન ખાન સહિત આઠ લોકો પર ગુનો નોંધવામાં આવ્યો છે. સુશાંત સિંહ રાજપૂતે ગત રવિવારે પોતાના મુંબઈનાં ઘરે ગળે ફાંસો ખાઇ લીધો હતો. આ સમાચાર આવ્યા પછીથી જ કેટલાક બોલિવૂડ સ્ટાર્સ અને લોકોની પૂછપરછ થવા લાગી. આ પછી, સુશાંતે આત્મહત્યા કરવાનો નિર્ણય ફિલ્મ ઇન્ડસ્ટ્રીનાં શોષણને કારણે લેવામાં આવ્યો હોવાનુ સુત્રો દ્વારા સામે આવી રહ્યુ છે.

એડવોકેટ સુધીર ઓઝાએ બિહારમાં કરણ જોહર, સંજય લીલા ભણસાલી, એકતા કપૂર અને સલમાન ખાન સહિત આઠ લોકો વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. આ તમામ કલાકારો સામે મુઝફ્ફરપુર કોર્ટમાં આઈપીસીની કલમ 306, 109, 504 અને 506 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. વળી પોસ્ટમોર્ટમનાં રિપોર્ટ મુજબ, સુશાંત સિંહ રાજપૂત એક તીવ્ર હતાશામાંથી પસાર થઈ રહ્યો હતો, પરંતુ ઘણા સ્ટાર્સે આરોપ લગાવ્યો હતો કે તેને આત્મહત્યા કરવા માટે ઉશ્કેરવામાં આવ્યો હતો.

આ સ્ટાર્સે ફિલ્મ ઈન્ડસ્ટ્રી પર નેપોટિઝમનો આરોપ લગાવતા કહ્યું હતું કે, સુશાંત સિંહ રાજપૂત આ ચીજનો શિકાર છે. અભિનેત્રી કંગના રનૌતે પણ ફિલ્મ ઈન્ડસ્ટ્રી પર ગંભીર આરોપો લગાવવાનો એક વીડિયો જાહેર કર્યો હતો. તેમણે કહ્યું કે, સુશાંતસિંહ રાજપૂતની આત્મહત્યા નહોતી હત્યા હતી. ઉપરાંત રણવીર શૌરી, અભિનવ સિંહ કશ્યપ સહિતનાં અન્ય સ્ટાર્સે પણ ભાઈ-ભતીજાવાદનો આરોપ લગાવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.