Not Set/ સુશાંત સિંહ કેસમાં નવો વળાંક, કોંગ્રેસે હવે ભાજપ અને સંદીપ સિંહના સંબંધ અંગે ઉઠાવ્યા સવાલો

બોલીવુડ અભિનેતા સુશાંતસિંહ રાજપૂતના આત્મહત્યા કેસમાં રોજ નવા વળાંકો આવી રહ્યા છે. આ વચ્ચે સુશાંત કેસમાં સામે આવેલા આડકતરી રીતે ગુજરાતનું કનેક્શન જોડાયું છે. ત્યારે હવે બીજી તરફ, ગુજરાત કોંગ્રેસે સુશાંતસિંહ રાજપૂતના મિત્ર સંદીપસિંહની કંપનીને લઈને મોટા ખુલાસા કર્યાં છે.  ભાજપ અને સંદીપસિંહના સંબંધો અંગે કોંગ્રેસના પ્રવક્તા મનીશ દોશીએ જણાવ્યુ કે, સંદીપસિંહની કંપનીએ ગુજરાત સરકાર […]

Gujarat Others
f763538e952f069ae4ee49531ec15b03 સુશાંત સિંહ કેસમાં નવો વળાંક, કોંગ્રેસે હવે ભાજપ અને સંદીપ સિંહના સંબંધ અંગે ઉઠાવ્યા સવાલો

બોલીવુડ અભિનેતા સુશાંતસિંહ રાજપૂતના આત્મહત્યા કેસમાં રોજ નવા વળાંકો આવી રહ્યા છે. આ વચ્ચે સુશાંત કેસમાં સામે આવેલા આડકતરી રીતે ગુજરાતનું કનેક્શન જોડાયું છે. ત્યારે હવે બીજી તરફ, ગુજરાત કોંગ્રેસે સુશાંતસિંહ રાજપૂતના મિત્ર સંદીપસિંહની કંપનીને લઈને મોટા ખુલાસા કર્યાં છે.

 ભાજપ અને સંદીપસિંહના સંબંધો અંગે કોંગ્રેસના પ્રવક્તા મનીશ દોશીએ જણાવ્યુ કે, સંદીપસિંહની કંપનીએ ગુજરાત સરકાર સાથે 177 કરોડ MOU કર્યા હતા. આ એમઓયુ લીજેન્ડ ગ્લોબલ નામની કંપની સાથે થયા હતા.

સંદીપ સિંહ મામલે કરાયેલી પત્રકાર પરિષદ કોંગ્રેસનાં પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ કહ્યું, સંદીપસિંહની કંપનીએ ગુજરાત સરકાર સાથે 177 કરોડનું MOU કર્યું હતું. જેમાં લિજેન્ડ ગ્લોબલ નામની કંપની સાથે કરાર કરાયો હતો. લિજેન્ડ ગ્લોબલ કંપની માટે ભાજપના કયા નેતાઓનાં વિશેષ આશીર્વાદ લીધા છે.

વધુમાં તેમને કહ્યું,  સંદીપસિંહની આ કંપનીમાં વિવેક ઓબેરોય માત્ર 3 દિવસ માટે ડિરેક્ટર બન્યા હતા. સંદીપસિંહની કંપની 6 લાખની ખોટ હતી, તો 177 કરોડનું MOU કેમ કર્યાં. રાજ્યના પ્રવાસન અને ફિલ્મના બ્રાન્ડિંગ માટે MOU કરાયા હતા. ત્યારે ગુજરાતી ફિલ્મ, ગુજરાતી કલાકાર, કસબીઓને, આર્થિક મદદ ન કરીને ભાજપ સરકાર અન્ય રાજ્યની કંપનીઓ પર કેમ પ્રેમ વરસાવી રહી છે? 

મનીષ દોશીએ સવાલો ઉઠાવતા કહ્યું, કરોડો રૂપિયાના ખર્ચે ઉજવાતા ઉત્સવો-ઇવેન્ટ ભાજપા સાથે ખાસ મળતીયા કંપનીઓને કરોડોના ફાયદા પહોંચાડવા યોજાતી હોય તેવુ લાગે છે. તેમ એક પછી એક એમઓયુની સાચી હકીકત ખુલ્લી પડી રહી છે. સંદીપસિંહને વિશેષ મદદ અને ભાજપ સાથે સબંધ અંગે ભાજપ કેમ મૌન છે?

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.