Not Set/ સુશાંત સિંહ સુસાઇડ કેસ/  પિતા કે.કે.સિંહની ED એ કરી 4 કલાક પૂછપરછ, રીતેશ શાહ આજે થઇ શકે છે હાજર

અભિનેતા સુશાંત સિંહ રાજપૂતનાં મોત મામલે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) એ તપાસ વધુ તીવ્ર બનાવી દીધી છે. આ કેસમાં પૈસાની લેતીદેતીની તપાસ કરી રહેલ ઇડીએ સુશાંત સિંહના પિતા કૃષ્ણ કુમાર સિંહની દિલ્હીમાં ચાર કલાક પૂછપરછ કરી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર સુશાંતના પિતાએ પૂછપરછમાં તપાસ એજન્સીને જણાવ્યું છે કે રિયા ચક્રવર્તી અને શ્રુતિ મોદી બંને તેમના પુત્રના […]

Uncategorized
b290923e7a395799dfeeacb2a1863eeb સુશાંત સિંહ સુસાઇડ કેસ/  પિતા કે.કે.સિંહની ED એ કરી 4 કલાક પૂછપરછ, રીતેશ શાહ આજે થઇ શકે છે હાજર

અભિનેતા સુશાંત સિંહ રાજપૂતનાં મોત મામલે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) એ તપાસ વધુ તીવ્ર બનાવી દીધી છે. આ કેસમાં પૈસાની લેતીદેતીની તપાસ કરી રહેલ ઇડીએ સુશાંત સિંહના પિતા કૃષ્ણ કુમાર સિંહની દિલ્હીમાં ચાર કલાક પૂછપરછ કરી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર સુશાંતના પિતાએ પૂછપરછમાં તપાસ એજન્સીને જણાવ્યું છે કે રિયા ચક્રવર્તી અને શ્રુતિ મોદી બંને તેમના પુત્રના ખાતામાંથી પૈસા ઉપાડતા હતા. શ્રુતિ સુશાંતની પૂર્વ બિઝનેસ મેનેજર છે. રિયા ચક્રવર્તી સુશાંતના મૃત્યુ પછી માત્ર શ્રુતિ મોદીના સંપર્કમાં હતી. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ તપાસ એજન્સીએ સુશાંતના પિતાને પૂછ્યું છે કે તે કેવી રીતે જાણે છે કે તેમના પુત્રના બેંક ખાતામાં 15 કરોડ રૂપિયા ઉપાડવામાં આવ્યા છે. તપાસ એજન્સી એ જાણવા માંગતી હતી કે તેઓ કેવી રીતે જાણે છે કે રિયા ચક્રવર્તીએ પૈસા નીકળ્યા છે.

રિયા ચક્રવર્તીના એકાઉન્ટન્ટ રિતેશ શાહ આજે પૂછપરછ માટે ઇડી સમક્ષ હાજર થઈ શકે છે. એવું કહેવામાં આવે છે કે આગામી દિવસોમાં તપાસ એજન્સી આ કેસમાં કેટલાક વધુ લોકોને નોટિસ મોકલી શકે છે. રિતેશ સોમવારે ઇડી સમક્ષ હાજર થવાનો હતો પરંતુ તે હાજર થયો ન હતો.

ઇડી અભિનેતા સુશાંતના પિતાની ફરિયાદના આધારે નાણાંકીય વ્યવહારની તપાસ કરી રહ્યા છે. સુશાંતના પરિવારે આરોપ લગાવ્યો છે કે રિયા ચક્રવર્તીએ 15 કરોડની હેરાફેરી કરી છે. ઇડીએ શ્રુતિ મોદી પર સવાલ ઉઠાવ્યા છે. આ પૂછપરછમાં શ્રુતિએ કહ્યું કે રિયાએ સુશાંતને મળ્યા બાદ તેના લગભગ તમામ નિર્ણયો લેવાનું શરૂ કરી દીધું હતું. રિયા પણ સુશાંતના ફોન કોલ્સમાં અટેન્ડ કરતી હતી. સુશાંતના જીવનમાં આવ્યા પછી રિયાએ અભિનેતાના તમામ જૂના સાથીઓ અને કર્મચારીઓને બદલી દીધા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન