Not Set/ સોમવારથી દિલ્હી અને મુંબઈ વચ્ચે દોડશે ખાસ ટ્રેન

સોમવારથી મુંબઈથી દિલ્હી વચ્ચે નવી સ્પેશિયલ રાજધાની એક્સપ્રેસ ટ્રેન ચલાવવાનો નિર્ણય કરાયો છે. આ ટ્રેનમાં ફલેક્સી ફેર સિસ્ટમ લાગુ કરવામાં નહીં આવે. એટલે કે તેનુ ભાડું વર્તમાન મુંબઈ-દિલ્હી રાજધાની એક્સપ્રેસ ટ્રેન કરતા સસ્તુ હશે. રેલવેના અધિકારીએ આ અંગે જણાવ્યુ હતું કે, આ ટ્રેનમાં સેકન્ડ એસી અને થર્ડ એસીનુ ભાડુ વર્તમાન મુંબઈ-દિલ્હી રાજધાની એક્સપ્રેસ કરતા ૧૯ ટકા […]

India
goa rajdhani 480 સોમવારથી દિલ્હી અને મુંબઈ વચ્ચે દોડશે ખાસ ટ્રેન

સોમવારથી મુંબઈથી દિલ્હી વચ્ચે નવી સ્પેશિયલ રાજધાની એક્સપ્રેસ ટ્રેન ચલાવવાનો નિર્ણય કરાયો છે. આ ટ્રેનમાં ફલેક્સી ફેર સિસ્ટમ લાગુ કરવામાં નહીં આવે. એટલે કે તેનુ ભાડું વર્તમાન મુંબઈ-દિલ્હી રાજધાની એક્સપ્રેસ ટ્રેન કરતા સસ્તુ હશે. રેલવેના અધિકારીએ આ અંગે જણાવ્યુ હતું કે, આ ટ્રેનમાં સેકન્ડ એસી અને થર્ડ એસીનુ ભાડુ વર્તમાન મુંબઈ-દિલ્હી રાજધાની એક્સપ્રેસ કરતા ૧૯ ટકા સસ્તુ હશે. આ ટ્રેન કોટા, વડોદરા અને સુરત સ્ટેશન પર જ ઉભી રહેશે. અત્યારે મુંબઈ અને દિલ્હી વચ્ચે બે રાજધાની ટ્રેન અને અન્ય ૩૦થી વધુ એક્સપ્રેસ ટ્રેનો ચાલી રહી છે. ત્યારે નવી રાજધાની  એક્સપ્રેસના કારણે અન્ય ટ્રેનોના ટાઈમમાં પણ પરિવર્તન થશે. અત્યારે દિલ્હીથી મુંબઈ વચ્ચેનુ સફર ૧૫ કલાક અને ૫૦ મિનિટમાં પુરુ થાય છે, જેની જગ્યાએ આ સ્પેશિયલ  એક્સપ્રેસ ટ્રેન ૧૩ કલાક અને ૫૫ મિનિટમાં પોતાનુ સફર પુરુ કરશે. રેલવે વિભાગે આ ટ્રેનમાં બે લોકોમોટીવ લગાવવાનો નિર્ણય કર્યો છે, જેથી ટ્રેનને વધુ ઝડપ મળી શકે. રેલવેના એક અધિકારીએ જણાવ્યુ હતું કે, આ નવી ટ્રેન સપ્તાહમાં ત્રણ દિવસ અપ અને ત્રણ દિવસ ડાઉનમાં દોડશે. રેલવે વિભાગનુ કહેવુ છે કે આ ટ્રેન શરુ થયા બાદ મુસાફરોનો બે કલાક જેટલો સમય બચશે. તેમજ દિવાળીના તહેવારોમાં મુસાફરોની વધારાની ભીડને કંટ્રોલ કરવામાં પણ મદદ કરશે. રેલવેએ જણાવ્યુ હતું કે, દિવાળીના તહેવારોમાં મુસાફરોના ધસારાને ધ્યાનમાં રાખીને ૨૦ સપ્ટેમ્બરથી સ્પેશિયલ ટ્રેન દોડાવવાની શરુઆત કરી દેવાઈ છે,જે ૩૦ ઓક્ટોબર સુધી ચાલુ રહેશે.