Not Set/ હનીપ્રિત મામલે આજે હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરાશે

ડેરા સચ્ચા સૌદાના પ્રમુખ રામ રહીમની દત્તક દીકરી હનીપ્રિત ક્યાં છે તે હરિયાણા પોલીસ માટે છેલ્લા એક મહિનાથી એક કોયડો બની ગયો છે. જયારે હવે દિલ્હી હાઇકોર્ટમાં હનીપ્રિત મામલે જામીન માટેની અરજી દાખલ કરવામાં આવી છે. અને તેની સુનાવણી મંગળવારે બપોરે ૨ વાગ્યે હાથ ધરાશે. ઉલ્લેખનિય છે કે, હનિપ્રીતના વકીલ પ્રદીપ આર્યની ઓફિસ દિલ્હીના લાજપત નગરમાં છે […]

India
HONY હનીપ્રિત મામલે આજે હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરાશે

ડેરા સચ્ચા સૌદાના પ્રમુખ રામ રહીમની દત્તક દીકરી હનીપ્રિત ક્યાં છે તે હરિયાણા પોલીસ માટે છેલ્લા એક મહિનાથી એક કોયડો બની ગયો છે. જયારે હવે દિલ્હી હાઇકોર્ટમાં હનીપ્રિત મામલે જામીન માટેની અરજી દાખલ કરવામાં આવી છે. અને તેની સુનાવણી મંગળવારે બપોરે ૨ વાગ્યે હાથ ધરાશે.

ઉલ્લેખનિય છે કે, હનિપ્રીતના વકીલ પ્રદીપ આર્યની ઓફિસ દિલ્હીના લાજપત નગરમાં છે અને હનિપ્રીત ગઇકાલે જ ત્યાં આવી હતી. ત્યારબાદ પોલીસે ગ્રેટર કૈલાશ ૨ પર દરોડા પાડ્યા હતા, પરંતુ તેઓ તેને ત્યાં શોધી શક્યા ન હતા.

હરિયાણા પોલીસે રામ રહીમની ધરપકડ બાદ હનીપ્રિત, ડેરા પ્રવક્તા આદિત્ય ઈંસા અને પવન ઈન્સા વિરુદ્ધ ધરપકડ વોરન્ટ જારી કર્યું છે. આ વોરંટ ઓક્ટોબરના અંત સુધી અસરકારક રહેશે, જો આરોપીને આ સમયગાળામાં ધરપકડ કરવામાં ન આવે, તો તેમને ભાગેડુ જાહેર કરવામાં આવશે.