Not Set/ હવે સરકાર આપશે ફ્રી ઇન્ટરનેટ, મોબાઇલ ટેબ્લેટ જેવા ગેજેટ પર 100 થી 200 એમબી ડેટા ફ્રી મળવાની શક્યતા

નવી દિલ્લીઃ ડિજીટલ ચુકવણાને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્ર સરકાર આમ જનતાને નિઃશુલ્ક ઇન્ટરનેટ પ્રદાન કરવાની તૈયારીમાં છે. મોબાઇલ, ટેબ્લેટ સહિત અન્ય ગેઝેટસ પર ૧૦૦ થી ૨૦૦ એમબી સુધી ફ્રી ડેટાની ભેટ ટુંક સમયમાં ગ્રાહકોને મળી શકે તેમ છે. સાથોસાથ ત્રીજા પક્ષના એપ થકી નિર્ધારીત વેબસાઇટોને નિઃશુલ્ક ચલાવવાની છુટ પણ અપાશે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે નાણા મંત્રાલયે હાલમાં […]

Uncategorized

નવી દિલ્લીઃ ડિજીટલ ચુકવણાને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્ર સરકાર આમ જનતાને નિઃશુલ્ક ઇન્ટરનેટ પ્રદાન કરવાની તૈયારીમાં છે. મોબાઇલ, ટેબ્લેટ સહિત અન્ય ગેઝેટસ પર ૧૦૦ થી ૨૦૦ એમબી સુધી ફ્રી ડેટાની ભેટ ટુંક સમયમાં ગ્રાહકોને મળી શકે તેમ છે. સાથોસાથ ત્રીજા પક્ષના એપ થકી નિર્ધારીત વેબસાઇટોને નિઃશુલ્ક ચલાવવાની છુટ પણ અપાશે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે નાણા મંત્રાલયે હાલમાં જ ટ્રાઇ, દુરસંચાર અને નીતિ આયોગ સાથેની બેઠક બાદ દિશાનિર્દેશ તૈયાર કર્યા છે. ટ્રાઇ આ મહિનાના અંત સુધીમાં દુરસંચાર (ટેલીકોમ) કંપનીઓને દિશાનિર્દેશ જારી કરી શકે છે.

જે હેઠળ કંપનીઓને ૧૦૦ – ૨૦૦ એમબી સુધી ફ્રી ડેટા સીમ થકી ચાલતા ગેઝેટ્સ પર ઉપલબ્ધ કરાવવા જણાવાશે. સાથોસાથ જ ત્રીજા પક્ષના એપથી કંપનીઓને કરાર કરવાની છુટ પણ અપાશે.

નાણા મંત્રાલયના પ્લાસ્ટીક મનીના પ્રયોગને પ્રોત્સાહન આપવાના પ્રસ્તાવ સાથે જ આ બારામાં વિચાર શરૂ થયો છે. ડિજીટલ ક્ષેત્રના નિષ્ણાંતોનું માનવું છે કે, ત્રીજા પક્ષના એપના પ્રયોગ પર ફ્રી ડેટા ગ્રાહકો માટે વધુ ફાયદેમંદ રહેશે.

સરકાર ડિજીટલ લેવડદેવડને પ્રોત્સાહન આપવા માટે ઇ-વોલેટ અને બેંકીંગને પ્રાદેશીક ભાષામાં લાવવા ભાર મૂકી રહી છે. આ બારામાં બેંકો, કંપની સાથે વાણીજ્ય મંત્રાલય અને નીતિ આયોગે ચર્ચા શરૂ કરી છે. બધા આ સૂચન સાથે સહમત છે. જો કે આની સાથે જોડાયેલ ખર્ચને લઇને સહમતી બની નથી