Not Set/ હાથરસ પર રાહુલ ગાંધીએ ફરી CM પર કર્યા પ્રહાર,કહ્યું – કેટલાક લોકો દલિત, મુસ્લિમ અને આદિવાસીને…

હાથરસની ઘટના અંગે કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ ફરી એકવાર યુપી સરકાર પર પ્રહાર કર્યા છે. રાહુલ ગાંધીએ ટવીટ કરીને કહ્યું છે કે શરમજનક સત્ય એ છે કે ઘણા ભારતીય દલિતો, મુસ્લિમો અને આદિવાસીઓને માનવ માનતા જ નથી. રાહુલે કહ્યું કે મુખ્યમંત્રી અને તેમની પોલીસ કહે છે કે કોઈની સાથે બળાત્કાર કરવામાં આવ્યો ન હતો કારણ […]

Uncategorized
7da271cb8aaa5c178847b700dd736f59 1 હાથરસ પર રાહુલ ગાંધીએ ફરી CM પર કર્યા પ્રહાર,કહ્યું - કેટલાક લોકો દલિત, મુસ્લિમ અને આદિવાસીને...

હાથરસની ઘટના અંગે કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ ફરી એકવાર યુપી સરકાર પર પ્રહાર કર્યા છે. રાહુલ ગાંધીએ ટવીટ કરીને કહ્યું છે કે શરમજનક સત્ય એ છે કે ઘણા ભારતીય દલિતો, મુસ્લિમો અને આદિવાસીઓને માનવ માનતા જ નથી.

રાહુલે કહ્યું કે મુખ્યમંત્રી અને તેમની પોલીસ કહે છે કે કોઈની સાથે બળાત્કાર કરવામાં આવ્યો ન હતો કારણ તેમના માટે અને બીજા ઘણા ભારતીયો માટે તે પીડિતા કોઈ જ નહોતી.

કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ બીબીસીના રિપોર્ટ પર ટિપ્પણી કરતી વખતે આ પ્રતિક્રિયા આપી છે. બીબીસીના આ અહેવાલમાં એવું કહેવામાં આવ્યું છે કે પોલીસ અને રાજ્ય સરકારના અધિકારીઓ વારંવાર બળાત્કારની ઘટનાને નકારી રહ્યા છે.

આ અહેવાલ પર ટિપ્પણી કરતાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષે યુપી સરકાર પે કટાક્ષ કર્યો છે. રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યું કે, “શરમજનક સત્ય એ છે કે ઘણા ભારતીય દલિતો, મુસ્લિમો અને આદિવાસીઓને માનવ માનતા જ નથી.”

ઉત્તર પ્રદેશ સરકારને કઠારામાં ઉભા રાખતા રાહુલ ગાંધીએ કહ્યું કે મુખ્ય પ્રધાન અને તેમની પોલીસ કહે છે કે કોઈ પણ સાથે બળાત્કાર કરવામાં આવ્યો ન હતો કારણ કે તેમના અને અન્ય ઘણા ભારતીયો માટે આ પીડિત કોઈ લગતી નહોતી.

આપને જણાવી દઈએ કે, હાથરસની ઘટનાથી રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી યુપી સરકાર પર આકરા પ્રહાર કરી રહ્યા છે. રાહુલ ગાંધીએ હાથરસમાં પીડિત પરિવારના ઘરે પણ મુલાકાત લીધી હતી અને તેઓને મળ્યા હતા. રાહુલે કહ્યું હતું કે યુપી સરકાર પીડિત પરિવાર સાથે કોઈ પણ મનસ્વી કામગીરી કરી શકશે નહીં, કારણ કે હવે આખો દેશ આ દેશની દીકરીને ન્યાય આપવા ઉભો છે.

રાહુલ ગાંધીએ કહ્યું કે આ મુશ્કેલ સમયમાં અમે તેમની સાથે ઉભા છીએ અને તેમને ન્યાય અપાવવામાં મદદ કરીશું. તે જ સમયે, પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, અડધી રાતે પીડિતાના શરીરના કેમ અંતિમ સંસ્કાર કરી દેવામાં આવ્યા? પીડિત પરિવારને કેમ ધમકી આપવામાં આવી રહી છે અને તેમને નિવેદન બદલવા માટે કેમ દબાણ કરવામાં આવી રહ્યું છે.

પ્રિયંકાએ આ કેસમાં પીડિત પરિવાર વતી હાથરસ ડીએમને હટાવવાની અને ઘટનાની ન્યાયિક તપાસની માંગ કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશ