Not Set/ હાર્દિકના રાજ્ય સરકાર પર ચાબખા, કહ્યું નલિયાકાંડ દબાવા રાજકોટમાંથી બોમ્બ મળ્યો

રાજકોટઃ રાષ્ટ્રીય ધ્વજના અપમાનના કેસમાં રાજકોટ કોર્ટમાં હાજર થયેલા હાર્દિક પટેલ કરમસદની ઘટના પર પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, દરેકને વિરોધ કરવાનો હક્ક છે. હાર્દિક પટેલે રાજ્ય સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે, સરકારે ચાર વર્ષમાં કઇ જ કામ કર્યું નથી. ગુજરાતમાં અત્યાર સુધીમાં 3 સીએમ બદલાય ચૂક્યા છે. સરકારે નલિયા કાંડને મુદ્દાને ભટકાવવા માટે […]

Gujarat
big 387336 1445158855 હાર્દિકના રાજ્ય સરકાર પર ચાબખા, કહ્યું નલિયાકાંડ દબાવા રાજકોટમાંથી બોમ્બ મળ્યો

રાજકોટઃ રાષ્ટ્રીય ધ્વજના અપમાનના કેસમાં રાજકોટ કોર્ટમાં હાજર થયેલા હાર્દિક પટેલ કરમસદની ઘટના પર પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, દરેકને વિરોધ કરવાનો હક્ક છે. હાર્દિક પટેલે રાજ્ય સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે, સરકારે ચાર વર્ષમાં કઇ જ કામ કર્યું નથી. ગુજરાતમાં અત્યાર સુધીમાં 3 સીએમ બદલાય ચૂક્યા છે. સરકારે નલિયા કાંડને મુદ્દાને ભટકાવવા માટે રાજકોટમાં બોમ્બ મુકાવ્યો હતો. બીજેપીએ OBC કમિશનને ભલામણ કરવા પણ હાર્દિકે કહ્યું હતું.

18 ઓક્ટોબર 2015 માં હાર્દિક પટેલે સાઉથ આફ્રિકા અને ભારત વચ્ચે રમાય રહેલી મેચમાં દેખાવ કરવા માટે તૈયરી કરી હતી ત્યારે વિરોધ પ્રદર્શન દરમિયાન તેણે ભારતના રાષ્ટ્ર ધ્વજનું અપમાન કર્યું હતુ. હાર્દિક પટેલ સામે આ મામલે પડધરી કોર્ટમાં કેસ ચાલે છે. જેની કોર્ટમાં તારીખ હોવાથી તે કોર્ટમાં હાજર રહ્યો હતો.