Not Set/ હિંસાની આગમાં બળી રહ્યુ છે અમેરિકા, કર્ફ્યુ બાદ પણ પ્રદર્શન જારી રહેતા ટ્રમ્પે ઉતાર્યા 17 હજાર સૈનિક

અમેરિકામાં કોરોનાનાં કહેર બાદ હિંસાનો કહેર પણ ચાલુ છે. અહી પરિસ્થિતિ બેકાબૂ બની ગઈ છે. અશ્વેત નાગરિક જ્યોર્જ ફ્લોયડનાં મૃત્યુ પછી પ્રદર્શન અને હિંસા બંધ થવાનું નામ નથી લઈ રહી. સ્થિતિ એવી છે કે ઘણાં શહેરોમાં કર્ફ્યુ લગાવી દેવામાં આવ્યો છે, પરંતુ પ્રદર્શનકારીઓ હજી પણ રોકાવવાનું નામ નથી લઈ રહ્યા. પ્રદર્શનકારીઓ દ્વારા તોડફોડ, મારા-મારી અને […]

World
3d716dbc4b18b78983de72bb125f3a2b હિંસાની આગમાં બળી રહ્યુ છે અમેરિકા, કર્ફ્યુ બાદ પણ પ્રદર્શન જારી રહેતા ટ્રમ્પે ઉતાર્યા 17 હજાર સૈનિક

અમેરિકામાં કોરોનાનાં કહેર બાદ હિંસાનો કહેર પણ ચાલુ છે. અહી પરિસ્થિતિ બેકાબૂ બની ગઈ છે. અશ્વેત નાગરિક જ્યોર્જ ફ્લોયડનાં મૃત્યુ પછી પ્રદર્શન અને હિંસા બંધ થવાનું નામ નથી લઈ રહી. સ્થિતિ એવી છે કે ઘણાં શહેરોમાં કર્ફ્યુ લગાવી દેવામાં આવ્યો છે, પરંતુ પ્રદર્શનકારીઓ હજી પણ રોકાવવાનું નામ નથી લઈ રહ્યા. પ્રદર્શનકારીઓ દ્વારા તોડફોડ, મારા-મારી અને લૂંટની ઘટનાઓને પગલે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ હિંસક પ્રદર્શનને ઘરેલું આતંકવાદ ગણાવ્યું છે.

આ પ્રદર્શનની આગ અમેરિકાનાં 140 શહેરોમાં પહોંચી ગઈ છે. જ્યારે ઘણાં શહેરોમાં કર્ફ્યુ લાદવામાં આવ્યો છે, હિંસા, લૂંટ, અરાજકતા અને અવ્યવસ્થા આજે આ અમેરિકા માટે મોટા પડકાર બન્યા છે, જેના પછી વ્હાઇટ હાઉસે કહ્યું કે, આવા પ્રદર્શન અને પ્રદર્શનની આડમાં લૂંટફાટ સહન કરવામાં આવશે નહીં. વ્હાઇટ હાઉસનાં પ્રેસ સેક્રેટરી કૈલી મૈકનૈનીએ જણાવ્યું હતું કે અમેરિકી રાષ્ટ્રપતિએ સ્પષ્ટ સૂચના આપી છે કે અમેરિકાની શેરીઓમાં લખનાર તે કોઈ પણ સંજોગોમાં સ્વીકાર્ય નથી.

પરિસ્થિતિને અંકુશમાં રાખવા માટે અમેરિકાનાં 24 રાજ્યોમાં તાકાતનું પ્રદર્શન કરી દેવામાં આવ્યુ છે. આ રાજ્યોમાં નેશનલ ગાર્ડનાં લગભગ 17,000 જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે. વ્હાઇટ હાઉસે કહ્યું કે, અમારી પાસે 3,50,000 રાષ્ટ્રીય ગાર્ડ ઉપલબ્ધ છે, અને જરૂર પડે તો વધુ રક્ષકો તૈનાત કરવામાં આવશે. વળી વ્હાઇટ હાઉસે ગવર્નર પર કાર્યવાહી કરવાની હાકલ કરી છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું કે જો રાજ્યોનાં ગવર્નર હિંસક પ્રદર્શનકારીઓને કાબૂમાં રાખવા માટે રાષ્ટ્રીય ગાર્ડનો ઉપયોગ નહીં કરે તો રસ્તાઓ પર સૈન્ય તૈનાતનો આદેશ આપવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.