IPL 2023 ની દસમી મેચ લખનૌ સુપર જાયન્ટ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાઈ રહી છે. પ્રથમ બેટિંગ કરતા સનરાઇઝર્સ હૈદરાબાદે 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 121 રન બનાવ્યા હતા. મધ્ય ઓવરોમાં સનરાઇઝર્સ હૈદરાબાદે વિકેટ ગુમાવવાની સાથે ઓછા રન બનાવ્યા હતા. ટીમ તરફથી રાહુલ ત્રિપાઠીએ સૌથી વધુ 35 રન બનાવ્યા હતા. લખનૌ તરફથી કૃણાલે ત્રણ વિકેટ ઝડપી હતી.
પ્રથમ બેટિંગ કરતા સનરાઇઝર્સ હૈદરાબાદે સારી શરૂઆત કરી હતી. પાવરપ્લેમાં ટીમે માત્ર એક વિકેટ ગુમાવી હતી. પરંતુ પાવરપ્લે સમાપ્ત થયા બાદ ટીમે ત્રણ ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. મયંક અગ્રવાલ 7 બોલમાં 8 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. અનમોલપ્રીત સિંહે 26 બોલમાં 31 રનની ઇનિંગ રમી હતી. આ પછી, IPL 2023માં પોતાની પ્રથમ મેચ રમી રહેલા સનરાઈઝર્સ હૈદરાબાદના કેપ્ટન એડન માર્કરામ પ્રથમ બોલ પર ક્લીન બોલ્ડ થઈ ગયા. કૃણાલ પંડ્યાએ તેની ત્રીજી ઓવરમાં બે વિકેટ ઝડપી હતી. આ પછી સુંદર અને ત્રિપાઠી વચ્ચે 51 બોલમાં પાંચમી વિકેટ માટે 39 રનની ભાગીદારી પણ થઈ હતી.
