Not Set/ હોકી માં ભારતે USA ને 22-0થી હરાવ્યું, 85 વર્ષ જૂની યાદો તાજા કરી

ભારતીય સિનિયર હોકી ટીમ જ નહી, જુનિયર હોકી ટીમ પણ જબરદસ્ત ફોર્મમાં આવી ગઈ છે. છેલ્લા રવિવારે ઢાકામાં ભારતીય સિનિયર ટીમએ એશિયા કપ ચેમ્પિય બનવાના ત્રણ દિવસ પછી જ જુનિયર ટીમએ પણ મોટી સફળતા પ્રાપ્ત કરી હતી. મલેશિયામાં રમાયેલ સુલ્તાન જોહર કપ ટુર્નામેન્ટમાં, ભારતીય જુનિયર પુરુષોની હોકી ટીમે USA ને 22-0 થી હરાવ્યું. આ મોટી […]

Sports
news26.10.17 01 હોકી માં ભારતે USA ને 22-0થી હરાવ્યું, 85 વર્ષ જૂની યાદો તાજા કરી

ભારતીય સિનિયર હોકી ટીમ જ નહી, જુનિયર હોકી ટીમ પણ જબરદસ્ત ફોર્મમાં આવી ગઈ છે. છેલ્લા રવિવારે ઢાકામાં ભારતીય સિનિયર ટીમએ એશિયા કપ ચેમ્પિય બનવાના ત્રણ દિવસ પછી જ જુનિયર ટીમએ પણ મોટી સફળતા પ્રાપ્ત કરી હતી. મલેશિયામાં રમાયેલ સુલ્તાન જોહર કપ ટુર્નામેન્ટમાં, ભારતીય જુનિયર પુરુષોની હોકી ટીમે USA ને 22-0 થી હરાવ્યું. આ મોટી જીત સાથે ભારતે ટુર્નામેન્ટમાં સતત ત્રીજો વિજય જીતીને તેમની હેટ્રિક પૂર્ણ કરી. બુધવારે આ વિશાળ ગેપથી જીત્યા બાદ જુનિયર ટીમએ 85 વર્ષ જૂની યાદો તાજા કરી દીધી. 1932ના લોસ એન્જલ્સ ઓલિમ્પિક્સમાં ભારતીય હોકી ટીમએ USA ને 24-1થી હરાવ્યું.

હરમજીત સિંહે આ મેચમાં મહત્તમ 5 ગોલ નોંધાવ્યા હતા. અભિષેક 4, વિશાલ અને દિલપ્રિતે 3-3 ગોલ નોંધાવ્યા હતા. જ્યારે મહિન્દ્ર સિંહે બે વખત બોલને નેટ પર પોંહચાડયો. પ્રતાપ લાકડા, રબિચંદ્ર મોઈરાંગથમ, રોશન કુમાર, શૈલેન્દ્ર લાકડા અને વિવેક પ્રસાદે પણ 1-1થી ગોલ કર્યો હતો.