Ahmedabad/ મેઘાણીનગરમાં થયેલી 1.78 કરોડની લૂંટનો ઉકેલાયો ભેદ, પોલીસે 5 શખ્સોની કરી ધરપકડ

૩૦મી ડિસેમ્બરે રાતના ત્રણ વાગ્યાના સમયે પવન કુરિયર નામની કંપનીના બે કર્મચારીઓ સોના-ચાંદીના પાર્સલ લઈને જઈ રહ્યા હતા તે સમયે એર કાર્ગો પાસે બાઈક પર આવેલા ત્રણ શખ્સોએ કુરિયર કંપનીના કર્મચારીઓ ને મારી દાગીના ભરેલી બેગ લૂંટીને ફરાર થઈ ગયા હતા આ અંગે મેઘાણીનગર પોલીસે ગુનો નોંધી પાંચ આરોપીઓની ધરપકડ કરી છે.

Ahmedabad Gujarat
a 13 મેઘાણીનગરમાં થયેલી 1.78 કરોડની લૂંટનો ઉકેલાયો ભેદ, પોલીસે 5 શખ્સોની કરી ધરપકડ

@ભાવેશ રાજપૂત, મંતવ્ય ન્યૂઝ – અમદાવાદ 

અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં બે દિવસ પહેલા થયેલી 1.78 કરોડની લૂંટનો ભેદ ઉકેલાયો મેઘાણીનગર પોલીસે કુરિયર કંપનીના જો કર્મચારી સહિત પાંચ શખ્સોની ધરપકડ કરી છે.

૩૦મી ડિસેમ્બરે રાતના ત્રણ વાગ્યાના સમયે પવન કુરિયર નામની કંપનીના બે કર્મચારીઓ સોના-ચાંદીના પાર્સલ લઈને જઈ રહ્યા હતા તે સમયે એર કાર્ગો પાસે બાઈક પર આવેલા ત્રણ શખ્સોએ કુરિયર કંપનીના કર્મચારીઓ ને મારી દાગીના ભરેલી બેગ લૂંટીને ફરાર થઈ ગયા હતા આ અંગે મેઘાણીનગર પોલીસે ગુનો નોંધી પાંચ આરોપીઓની ધરપકડ કરી છે.

ટીવી સ્ક્રીન પર દેખાતા પાંચ આરોપીઓએ ટૂંક સમયમાં વધુ પૈસા કમાવવાની લાલચે લૂંટને અંજામ આપ્યો હતો.. કુરિયર કંપની માં જ કામ કરતા શક્તિ નામના શખ્સે પોતાના બે પિતરાઈ ભાઈઓ તેમજ ગાંધીનગરમાં ફાઇનાન્સ નું કામ કરતા બે મિત્રોની મદદથી દાગીના ઓનું કુરિયર નું પાર્સલ ચોરી કરવાનો પ્લાન બનાવ્યો. મોડી રાત્રે લૂંટ ચલાવીને અલ્ટો કારમાં ફરાર થયા હતા થયા. પોલીસે તમામ આરોપીઓને ઝડપી લૂંટનો ૧.૭૮ કરોડનો મુદ્દામાલ કબજે કર્યો છે.

પૈસા કમાવાની લાલચમાં આવીને આ પાંચેય આરોપીઓ એ માસ્ટર પ્લાન બનાવ્યો અને તેમાં સફળ પણ રહ્યા પરંતુ આરોપીઓ ના દાગીના કોઈને વેચી શકે અથવા તો તેના ભાગલા પાડે તે પહેલાં જ પોલીસની ગિરફ્તમાં આવી ગયા છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…