Valsad/ વલસાડમાં નદીમાં ડૂબવાથી 1નું મોત, 6નો આબાદ બચાવ

ગરમીનો પારો અત્યારે રાજ્યમાં આસમાને પહોંચ્યો છે, ત્યારે ગરમીથી રાહત મેળવવા લોકો…….

Top Stories Gujarat Breaking News
Image 2024 05 30T080527.956 વલસાડમાં નદીમાં ડૂબવાથી 1નું મોત, 6નો આબાદ બચાવ

Valsad News: વલસાડના વેલવાચ ગામ નજીક કેટલાક યુવકો નદીમાં ડૂબ્યા હતા, જેમાં ધરમપુરમાં રહેતા એક યુવકનું મોત થતાં પરિવારમાં ગમગીની સર્જાઈ છે. 6 લોકોનો આબાદ બચાવ થયો છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી છે.

ગરમીનો પારો અત્યારે રાજ્યમાં આસમાને પહોંચ્યો છે, ત્યારે ગરમીથી રાહત મેળવવા લોકો ભાતભાતના ઉપાયો કરે છે. ત્યારે વલસાડ જીલ્લાના વેલવાચ ગામ નજીક 7 મિત્રો નદીમાં ન્હાવા પડ્યાં હતતા. ગરમીથી છુટકારો મેળવવા તેમજ જલસા કરવા આ યુવકોને ભારે પડ્યો છે. એકાએક પાણીમાં ગરકાવ થતાં 1 યુવકનું નદીમાં ડૂબવાથી મૃત્યુ થયું છે.

મૃતક ધરમપુરના માલનપાડા ગામનો રૂદ્રકુમાર વળવીનું મોત થયું છે. આ ઘટનાની જાણ સ્થાનિકોને થતાં લોકો ઘટવાસ્થળે પહોંચી બચાવ કામગીરી શરૂ કરી હતી. તેમજ પોલીસને પણ ઘટનાની જાણ કરી હતી. સ્થાનિકોએ પોલીસ પહોંચે ત્યાં સુધીમાં નદીમાંથી મૃતદેહને બહાર કાઢ્યો હતો. પોલીસે આ મામલે જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: રાજકોટ અગ્નિકાંડ મામલે અધિકારીઓની પૂછપરછ કરાઈ, વધુ ખુલાસા થવાની શક્યતા

આ પણ વાંચો: હાઈકોર્ટના તંત્રને વેધક સવાલો, ‘રાજ્યની મશીનરી ઉપર ભરોસો નથી’