Not Set/ 1 સિંહ અને 10 નીલગાય મામલે વન વિભાગે કરેલી પિતા-પુત્રની ધરપકડનો કિસાન સંઘે કર્યો વિરોધ

આજથી ચાર દિવસ પહેલા સાવરકુંડલાના લીખાળા ગામના એક ખેડૂતના ખેતરમાં તાર ફેન્સીંગના વિજ પ્રવાહના કારણે એક સિંહનું મોત નીપજ્યું હતું. આ મામલાની તપાસ બાદ વનવિભાગે ખેડૂત પિતા-પુત્રની ધરપકડ કરી હતી. જેના મામલે કિસાન સંઘે વિરોધ વ્યક્ત કર્યો છે. ત્યાર બાદ ઝેરી પાણી પીવાના કારણે ૧૦ નીલગાયના મોત નીપજ્યા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે […]

Top Stories Gujarat Others
9bc9d503 6b8d 4d08 b9e5 47bc48f66df3 1 1 સિંહ અને 10 નીલગાય મામલે વન વિભાગે કરેલી પિતા-પુત્રની ધરપકડનો કિસાન સંઘે કર્યો વિરોધ

આજથી ચાર દિવસ પહેલા સાવરકુંડલાના લીખાળા ગામના એક ખેડૂતના ખેતરમાં તાર ફેન્સીંગના વિજ પ્રવાહના કારણે એક સિંહનું મોત નીપજ્યું હતું. આ મામલાની તપાસ બાદ વનવિભાગે ખેડૂત પિતા-પુત્રની ધરપકડ કરી હતી. જેના મામલે કિસાન સંઘે વિરોધ વ્યક્ત કર્યો છે.

ત્યાર બાદ ઝેરી પાણી પીવાના કારણે ૧૦ નીલગાયના મોત નીપજ્યા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે તે મૃત દેહોને ૫૦ ફૂટ કુવામાં નાખી દેવામાં આવ્યા હતા.

આ બાબત વન વિભાગને જાણ થતા વન વિભાગ સક્રિય થઈ ગયું હતું. વન વિભાગે ઘટના સ્થળે પહોંચી અને તપાસ શરુ કરી દીધી હતી. તપાસ બાદ વન વિભાગે આ જમીનના ખેડૂત પિતા-પુત્રની ધરપકડ કરી હતી.

આ ધરપકડના કારણે ખેડૂત મિત્રો એકત્રિત થઇ આ બાબતની નિંદા કરી હતી અને વિરોધ વ્યક્ત કર્યો હતો.

આપણે જણાવી દઈએ કે મંતવ્ય સાથેની વાતચીતમાં ત્યાના ધારાસભ્ય પ્રતાપ દુઘાતે જણાવ્યું હતું કે,

Pratap Dudhat 1 સિંહ અને 10 નીલગાય મામલે વન વિભાગે કરેલી પિતા-પુત્રની ધરપકડનો કિસાન સંઘે કર્યો વિરોધ

“આ બાબતમાં ખેડૂત પિતા-પુત્રને ખોટી રીતે સંડોવવામાં આવ્યા છે. અન્ય ખેડૂતોની જો સંડોવણી કરવામાં આવશે તો વન વિભાગ સામે વિરોધ કરવામાં આવશે.” જયારે તેમના આ નિવેદનની વાત આજ સાચી પડી છે.