ચૂંટણી ખર્ચ/ ગાંધીનગર કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપના તમામ ચૂંટાયેલા ઉમેદવારોએ ચૂંટણી ખર્ચમાં કંઇક કર્યું આવું!જાણીને ચોંકી જશો

.વિજેતા બનેલા તમામ 41 ઉમેદવારોએ પોતાના ચૂંટણીખર્ચની એફિડેવિટમાં એક જ સરખો રૂપિયા 1,33,380નો ખર્ચ જાહેર કર્યો છે.

Top Stories Gujarat
4 11 ગાંધીનગર કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપના તમામ ચૂંટાયેલા ઉમેદવારોએ ચૂંટણી ખર્ચમાં કંઇક કર્યું આવું!જાણીને ચોંકી જશો

ગાંધીનગર મહાનગર પાલિકા ચૂંટણીમાં મસમોટી ચોરીનો કૌભાંડ બહાર આવ્યું છે,ગાંધીનગર મહાનગર પાલિકાની ચૂંટણીમાં કુલ 11 વોર્ડના 44 ઉમેદવારો પૈકી ભાજપના 41 ઉમેદવારોનો વિજય થયો હતો જ્યારે કોંગ્રેસના 2 અને આમ આદમી પાર્ટીના 1 ઉમેદવારે જીત મેળવી હતી. કાળાં નાણાંના વપરાશ પર અંકુશ લાવવા દરેક પક્ષના ઉમેદવારે ફરજિયાત ચૂંટણી પૂર્ણ થયાના એક મહિનામાં કુલ ચૂંટણી ખર્ચનો હિસાબ ચૂંટણી આયોગ સમક્ષ રજૂ કરવાનો નિયમ છે.કાળાં નાણાંના વપરાશ પર અંકુશ લાવવા દરેક પક્ષના ઉમેદવારે ફરજિયાત ચૂંટણી પૂર્ણ થયાના એક મહિનામાં કુલ ચૂંટણી ખર્ચનો હિસાબ ચૂંટણી આયોગ સમક્ષ રજૂ કરવાનો નિયમ છે.વિજેતા બનેલા તમામ 41 ઉમેદવારોએ પોતાના ચૂંટણીખર્ચની એફિડેવિટમાં એક જ સરખો રૂપિયા 1,33,380નો ખર્ચ જાહેર કર્યો છે. આટલું ઓછું હોય એમ રાજ્ય ચૂંટણી આયોગે આ તમામ ખર્ચની એફિડેવિટ્સની ચકાસણી કરી તેનો સ્વીકાર પણ કરી લીધો છે.

ગાંધીનગરની ચૂંટણીમાં 25 કરોડથી વધુ કાળું નાણુ વપરાયાનો અંદાજ છે અને તે સુરતથી આવ્યું હોવાનું ભારે ચર્ચામાં હતું. ઉમેદવારોએ એક જેવી એફિડેવિટની સાથે-સાથે ખર્ચના ખોટા બિલો અને વાઉચરો પણ મૂક્યા છે. મુખ્ય ડ્રાફ્ટના ભાગ-1ના ટોટલમાં 50 હજાર રૂપિયાની ભુલ થઈ છે તે ભુલને પણ ઉમેદવારોએ રિપીટ કરી છે. એફિડેવિટમાં એક પણ વ્યક્તિએ ઉમેદવારી ડિપોઝિટ દર્શાવી નથી.વિજયી થયેલા કુલ ઉમેદવારો પૈકી 16 જણા હાલ મેયર, ડે.મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, સ્ટેન્ડિંગ કમિટી સભ્ય, પક્ષના નેતા, દંડક તેમજ અન્ય કમિટીના ચેરમેન તરીકેનો હોદ્દો ભોગવી રહ્યાં છે.

 રાજ્ય ચૂંટણી પંચના સંયુક્ત ચૂંટણી કમિશનર એન.કે.ડામોરે કહ્યું હતું કે  ઉમેદવારો એક સરખો ખર્ચ બતાવે તેમાં કોઈ પગલાં લઈ શકાય નહીં. જો 6 લાખની મર્યાદા કરતાં વધુ ખર્ચ કર્યો હોય તો જ પગલા લઈ શકાય. જિલ્લા ચૂંટણી અધિકારી ઉમેદવારોના ખર્ચના હિસાબને સર્ટિફાય કરીને મોકલતા હોય છે. આ અધિકાર કલેક્ટરને મળેલા છે.