ઓમિક્રોન/ પુણેમાં ઓમિક્રોનના 10 કેસ મળી આવ્યા,દેશમાં સતત કેસ વધી રહ્યા છે

દેશમાં કોરોના ઓમિક્રોનના કેસ સતત વધી રહ્યા છે,કોરોનાના નવા વેરિઅન્ટ ઝડપથી ફેલાય છે. જેના લીધે કેસમાં ઉછાળો આવી શકે છે

Top Stories India
PUNE પુણેમાં ઓમિક્રોનના 10 કેસ મળી આવ્યા,દેશમાં સતત કેસ વધી રહ્યા છે

છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણના 6,822 કેસ નોંધાયા છે, જે 558 દિવસમાં સૌથી ઓછા છે. જો કે દેશમાં કોરોના ઓમિક્રોનના કેસ સતત વધી રહ્યા છે,કોરોનાના નવા વેરિઅન્ટ ઝડપથી ફેલાય છે. જેના લીધે કેસમાં ઉછાળો આવી શકે છે,દેશમાં અનેક ઓમિક્રોનનાં શંકાસ્પદ કેસ જોવા મળી રહ્યા છે જેના હજી સુધી રિપોર્ટ આવ્યા નથી.મંગળવારે મહારાષ્ટ્રના પુણે શહેરમાં ઓમિક્રોનના વધુ દસ કેસ નોંધાયા છે. પૂણેના એક ટોચના અધિકારીએ માહિતી આપી હતી કે એરપોર્ટ પર લગભગ 30 હજાર મુસાફરોનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. આમાંથી દસ લોકોનો ઓમિક્રોનનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.ઓમિક્રોનના જોખમને ધ્યાનમાં રાખીને, કર્ણાટક સરકાર જીનોમ સિક્વન્સિંગ માટે વધુ લેબની સ્થાપવા માટે ચર્ચા થઇ રહી છે.

દેશમાં Omicronના કોરોનાના નવા વેરિઅન્ટના ખતરા વચ્ચે મોટી રાહતના સમાચાર આવ્યા છે. ખરેખર, 558 દિવસમાં ચેપના સૌથી ઓછા કેસ નોંધાયા છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા મંગળવારે જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણના 6,822 કેસ નોંધાયા છે, જે 558 દિવસમાં સૌથી ઓછા છે. આ દરમિયાન 220 લોકોના મોત પણ થયા હતા. આ સિવાય 10,004 લોકો સ્વસ્થ પણ થયા છે અને રિકવરી રેટ 98.36 ટકા પર પહોંચી ગયો છે.

આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, દેશમાં હવે કુલ 95,014 સક્રિય દર્દીઓ બાકી છે, જે 554 દિવસ પછી સૌથી ઓછો છે. તે જ સમયે, દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ 3,46,48,383 કેસ નોંધાયા છે જ્યારે કુલ 3,40,79,612 લોકો સ્વસ્થ થયા છે. બીજી તરફ મૃતકોની કુલ સંખ્યાની વાત કરીએ તો તે વધીને 4,73,757 થઈ ગઈ છે. દેશમાં રસીકરણનો કુલ આંકડો 128 કરોડ (1,28,76,10,590) ને વટાવી ગયો છે