Ahmedabad/ કોરોના કહેર વચ્ચે અમદાવાદના આ વિસ્તારમાં 10 દિવસનું સ્વયંભૂ લોકડાઉન જાહેર

ગુજરાત રાજ્યમાં કોરોના વાયરસનો કહેર વધી રહ્યો છે અને રાજ્યમાં કોરોના કેસો 1.60  લાખને પાર પહોંચી ગયા છે. જેમાં અમદાવાદ શહેરમાં પણ બાકાત નથી. જો કે હાલમાં રાજ્યમાં કેટલાક દિવસોથી કોરોનાના કેસોમાં થોડો ઘટાડો થયો છે, પણ હજી સંકટ ટળ્યું નથી. બીજી તરફ રાજ્યમાં આ કોરોનાના કહેરના કારણે કેટલાક જિલ્લાઓમાં લોકો જ સ્વયંભૂ લોકડાઉનનું પાલન […]

Top Stories Ahmedabad Gujarat
a 127 કોરોના કહેર વચ્ચે અમદાવાદના આ વિસ્તારમાં 10 દિવસનું સ્વયંભૂ લોકડાઉન જાહેર

ગુજરાત રાજ્યમાં કોરોના વાયરસનો કહેર વધી રહ્યો છે અને રાજ્યમાં કોરોના કેસો 1.60  લાખને પાર પહોંચી ગયા છે. જેમાં અમદાવાદ શહેરમાં પણ બાકાત નથી. જો કે હાલમાં રાજ્યમાં કેટલાક દિવસોથી કોરોનાના કેસોમાં થોડો ઘટાડો થયો છે, પણ હજી સંકટ ટળ્યું નથી.

બીજી તરફ રાજ્યમાં આ કોરોનાના કહેરના કારણે કેટલાક જિલ્લાઓમાં લોકો જ સ્વયંભૂ લોકડાઉનનું પાલન કરી રહ્યા છે. ત્યારબાદ હવે અમદાવાદનાં રાણીપ વિસ્તારમાં રાધાસ્વામી રોડ પર સ્થાનિકોએ સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કર્યું છે.

અમદાવાદના રાણીપ વિસ્તારમાં કોરોનાએ કહેર મચાવતા એક જ અઠવાડિયામાં કોરોનાથી 6 લોકોના મૃત્યુ થયા છે, ત્યારબાદ સ્થાનિક લોકો દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાણીપ વિસ્તારમાં આવેલા રાધાસ્વામી રોડ પર સ્થાનિકોએ સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરી પોસ્ટરો મારી દીધાં છે.

રાણીપમાં પાડવામાં આવી રહેલા આ સ્વયંભૂ લોકડાઉનમાં વિસ્તારમાં આવેલી 50થી વધુ સોસાયટીઓ જોડાઇ છે. જેને લઇને આજ વહેલી સવારથી જ દુકાનો બંધ જોવા મળી છે. સ્થાનિકો દ્વારા આ વિસ્તારમાં આજથી આગામી 10 દિવસ સુધી સ્વયંભૂ લોકડાઉન જાહેર કરાયું છે.