Ahmedabad/ શહેરના 10 PIની કરવામાં આવી બદલી, જાણો કોણ ક્યાં બજાવશે ફરજ ?

ગુજરાતનાં મેગાસીટી અમદાવાદમાં PIની બદલીઓનો દોર યથાવત્ જોવામાં આવ્યો. અને શહેરના કુલ 10 PIની બદલીના ઓર્ડર કરવામાં આવ્યાની વિગતો સામે આવી છે. 

Ahmedabad Gujarat
police transfer શહેરના 10 PIની કરવામાં આવી બદલી, જાણો કોણ ક્યાં બજાવશે ફરજ ?

ગુજરાતનાં મેગાસીટી અમદાવાદમાં PIની બદલીઓનો દોર યથાવત્ જોવામાં આવ્યો. અને શહેરના કુલ 10 PIની બદલીના ઓર્ડર કરવામાં આવ્યાની વિગતો સામે આવી છે.  હાલમાં જ વિવાદમાં આવેલા બાપુનગરના PI એન.કે.વ્યાસની કંટ્રોલરૂમમાં બદલી કરી દેવામાં આવી છે. જ્યારે ઇસનપુર PI જે.એમ.સોલંકીની પાલડી ખાતે બદલી કરવામાં આવી છે. પાલડીનાં PI એ.જે.પાંડવની ઇસનપુર ટ્રાન્સફર કરવામાં આવી છે. દાણીલીમડાના સેકન્ડ PI એ.પી.ગઢવીને બાપુનગરનો હવાલો સોંપવામાં આવ્યો છે.

Police Transfer: 43 Policemen Transfered Including 1 TI And 8 SI - 1 टीआई,  8 एसआई सहित 43 पुलिसकर्मियों का हुआ ट्रांसफर, जानिए किसे, कहां मिली  पोस्टिंग | Patrika News

કન્ટ્રોલરૂમના PI જે.વી. રાણાની ઇસનપુર પોલીસ ઇન્સપેક્ટર તરીકે બદલી કરવામાં આવી છે, તો લીવ રિઝર્વ PI એસ.કે.સોલંકીની PCB PI તરીકે નિમણુંક કરવામાં આવી છે. શહેરમાં આમતો લાંબા સમયથી આ બદલીનો માહોલ જોવામાં આવી રહ્યો હતો, છતા અચાનક બદલીનાં આદેશને કારણે  અને યથાવત બદલીના દૌરથી પોલીસબેડામાં ચર્ચાનો માહોલ જોવામાં આવી રહ્યો છે.

Complaint over transfer of police officers: CEO seeks comments from DGP |  Goa News Hub

ઉપરોક્ત બદલીઓની સાથે સાથે કાલુપુર PI આર.જી. દેસાઈની ટ્રાફિક શાખામાં બદલી કરવામાં આવી છે. ત્યારે ટ્રાફિક PI પી.બી. ખાંભલાની નરોડામાં બદલી કરવામાં આવી છે. રીવરફ્રન્ટ (વેસ્ટ) PI ડી.જે.ચુડાસમાની કાલુપુર ખાતે બદલીની વિગત વિદિત છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…