Rape/ સુરતમાં 10 વર્ષની બાળકી પર રેપ કેસનું કોકડું ગૂંચવાયું, પોલીસની ભૂમિકા અંગે માતાના આક્ષેપ, જ્યારે પોલીસનો ઇનકાર

દેશભરમાં એક તરફ મહિલા દિનની જોરશોરથી ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે સુરતમાં 10 વર્ષની બાળકી પર થયેલા રેપ કેસમાં કોકડું ગૂંચવાયું છે.પાંડેસરામાં 26મી માર્ચે 10 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ મામલે પોલીસ કાર્યવાહી શંકાના વર્તુળમાં છે. પોલીસે

Top Stories Gujarat
bachhi rape સુરતમાં 10 વર્ષની બાળકી પર રેપ કેસનું કોકડું ગૂંચવાયું, પોલીસની ભૂમિકા અંગે માતાના આક્ષેપ, જ્યારે પોલીસનો ઇનકાર

દેશભરમાં એક તરફ મહિલા દિનની જોરશોરથી ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે સુરતમાં 10 વર્ષની બાળકી પર થયેલા રેપ કેસમાં કોકડું ગૂંચવાયું છે.પાંડેસરામાં 26મી માર્ચે 10 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ મામલે પોલીસ કાર્યવાહી શંકાના વર્તુળમાં છે. પોલીસે પીડિતા બાળકીનું મેડિકલ ટેસ્ટ પણ ન કરાવ્યું અને ન જ રેપની ફરિયાદ દાખલ કરી. બાળકીની માતાનો આરોપ છે કે પોલીસે જે FIR લખી તેના પર માત્ર તેની સહી કરાવાઇ, પોલીસે તે પણ ન જણાવ્યું કે ફરિયાદ બળાત્કારની નોંધી છે કે છેડતીની. પોલીસનું કહેવું છે કે અમે કોઇ બેદરકારી દાખવી નથી. જે કાર્યવાહી કરવાની હતી તે કરી જ છે.બાળકી અત્યારે પણ   ભયભીત છે. તેણે જમવાનું પણ છોડી દીધું છે. તેણીને એવું લાગે છે કે હેવાન હમણાં આવી જઇને મારૂં મોઢું દબાવી દેશે. બીજી તરફ માતાને ડર છે કે આરોપીના સગાઓ તેના બે દીકરાઓનું અપહરણ ન કરી લઇ જાય એટલે તેઓને બહાર રમવા માટે પણ નીકળવા દેતી નથી. આરોપીની માતાએ ઘરે આવી કહ્યું કે મારા દીકરાથી ભૂલ થઇ છે. કંઇપણ કરી લો તેનું કંઇ નહીં થાય. 25 હજાર આપું છું, સમાધાન કરી લો.

Political / CM મમતા બેનર્જી કાલે નંદીગ્રામ બેઠક પરથી ઉમેદવારી પત્ર ભરશે , BJPનાં શુભેન્દુ અધિકારી સામે ટક્કર

આરોપી સુરજની તસવીર - Divya Bhaskar

બાળકીની માતાએ પોલીસને જણાવ્યું કે બાળકી સાથે આરોપીએ દુષ્કર્મ કર્યું છે. પરંતુ પોલીસનું કહેવું હતું કે બાળકીને કશું થયું નથી. તેનું મેડિકલ પણ કરાવવામાં ન આવ્યું. 26 ફેબ્રુઆરીએ બપોરે પડોશીનો ફોન આવ્યો.તેણે કહ્યું કે બાળકીની તબિયત ખરાબ છે. ઘરે પહોંચી તો પોલીસે બાળકી સાથે મળવા ન દીધી. તેઓ સીધા પોલીસ સ્ટેશને લઇ ગયા. પોલીસે એક કાગળ પર રિપોર્ટ લખીને તેની સહી લઇ લીધી.પીડિતાની માતાએ જણાવ્યું કે, અમે ખાનગીમાં બાળકીનું મેડિકલ કરાવ્યું, જેમાં તેને ગુપ્ત ભાગમાં સોજો અને ઇજાના નિશાન હતા. રિપોર્ટના આધારે પોલીસે દુષ્કર્મની કલમ 377ને ઉમેરી હતી. પોક્સો બાદ પણ પોલીસે સક્રિયતા નહીં દાખવી. પરિવારનો આરોપ છે કે સુરજ પાંડે કોર્પોરેટરનો સગો છે જેના કારણે પોલીસ તેને બચાવી રહી છે.

Corona effect / કોરોનાના P1 સ્ટ્રેનનો બ્રાઝિલમાં તરખાટ, એક દિવસમાં એક હજારથી વધુ મોત

A minor girl screamed after watching rape scene on television | टीवी में  रेप सीन देख मां के सामने चीखी नाबालिग बच्ची, कहा - ऐसे ही मेरे साथ हुआ -  दैनिक भास्कर हिंदी

તપાસ અધિકારી પીએસઆઇ ભારતી નિરંજનીએ જણાવ્યું કે, ‘અમે મેડિકલ કરાવ્યું હતું. ડોકટરની કેફિયતના આધારે કલમો લગાવી છે. પહેલાં છેડતીની કલમ લગાવી. બાળકીની માતાને ખબર ન હતી. તે પહેલાંથી જ કહી રહી હતી કે કંઇ થયું નથી. ઘરે જઇ બાળકીએ માતાને જણાવતા તે ફરી પોલીસ મથકે આવી. તેણીએ જેવું કહ્યું તે લખ્યું છે.બાળકીને બચાવનાર પાડોશની 50 વર્ષીય મહિલાએ જણાવ્યું કે અમે પેલા છોકરાને શોધી રહ્યા હતા કે એક ઘરમાંથી વાસણ પડવાનો અવાજ આવ્યો. અમે દરવાજો ખખડાવ્યો. દરવાજો નીચેથી થોડુંક તુટેલો હતો જેમાંથી જોતા આરોપી બાળકી સાથે ખોટું કામ કરી રહ્યો હતો. અમે દરવાજો અફાળ્યો. આરોપીએ નીકળી મારા મોઢા પર મુક્કો મારી નાસી છૂટયો.ડીસીપી જોન-3 વિધિ ચૌધરીએ જણાવ્યું કે સૌથી પહેલાં તો કંટ્રોલમાં જે ફોન આવ્યો તે મારામારીનો હતો.કેટલાક દિવસ પછી ફરિયાદીએ કહ્યું કે છેડતી થઇ છે. ફરી ફરિયાદ લઇને મેડિકલ માટે મોકલી. રિપોર્ટ બાદ બીજી કલમો ઉમેરી આરોપીની ધરપકડ કરી. હજુ પણ તપાસ મામલે પરિવારને શંકા હોય તો તે અમારી પાસે આવી શકે છે.બાળકીની માતા ફરીથી 26 ફેબ્રુઆરીએ આવી. ત્યારે તેણીએ કહ્યું કે બાળકી સાથે ખોટું થયું છે. પહેલાં આવી કોઇ ‌વાત નથી. ત્રણ-ચાર દિવસ પછી આવી વાત સામે આવી. ખબર પડતા બાળકીનું મેડિકલ કરાવવામાં આવ્યું. જે કલમો લગાવવાની હતી તે અમે દાખલ કરી છે.

Fire / કલકત્તાની બહુમાળી ઈમારતમાં 13 મા માળમાં આગ ભભૂકી, 7 જીવતા ભૂંજાઈ ગયા

17 year old girl has been sexually abused by 38 accused in last 4 years in  malappuram kerala rape | Kerala: 17 साल की नाबालिग बच्ची से 4 साल में 38  लोगों ने किया रेप | Hindi News, crime

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…