Not Set/ ફિલ્મી/ ‘હાઉસફુલ 4’નાં 7 દિવસમાં કરી 100 કરોડ, તો આ ફિલ્મનાં 5 દિવસમાં 200 કરોડ

દિવાળીથી જ બોલીવુડ સ્ટાર અક્ષય કુમારની ફિલ્મ હાઉસફુલ 4  બોક્સ ઓફિસ પર છવાયેલી જોમાં આવી રહી છે.  આ ફિલ્મ 5 દિવસમાં 100 કરોડની ક્લબમાં પ્રવેશ કરી ચૂકી છે. પરંતુ એક ફિલ્મ કે જેણે અક્ષય કુમારની ફિલ્મ હાઉસફુલ 4 થી પણ બમણી સફળતા બોક્સ ઓફિસ પર સંગ્રહની દ્રષ્ટિએ મેળવી છે. જી હા…. તહેવારની સીઝનમાં રિલીઝ થયેલ તમિળ […]

Uncategorized
bigil ફિલ્મી/ 'હાઉસફુલ 4'નાં 7 દિવસમાં કરી 100 કરોડ, તો આ ફિલ્મનાં 5 દિવસમાં 200 કરોડ

દિવાળીથી જ બોલીવુડ સ્ટાર અક્ષય કુમારની ફિલ્મ હાઉસફુલ 4  બોક્સ ઓફિસ પર છવાયેલી જોમાં આવી રહી છે.  આ ફિલ્મ 5 દિવસમાં 100 કરોડની ક્લબમાં પ્રવેશ કરી ચૂકી છે. પરંતુ એક ફિલ્મ કે જેણે અક્ષય કુમારની ફિલ્મ હાઉસફુલ 4 થી પણ બમણી સફળતા બોક્સ ઓફિસ પર સંગ્રહની દ્રષ્ટિએ મેળવી છે. જી હા….

તહેવારની સીઝનમાં રિલીઝ થયેલ તમિળ સુપરસ્ટાર વિજયની ફિલ્મ ‘બિગિલ’ માત્ર પાંચ દિવસમાં જ, દુનિયાભર  200 કરોડ રૂપિયાની કમાણીનો આંક પાર કરી ગઈ છે. એક ફિલ્મ વિશ્લેષક દ્વારા ટ્વીટ કરવામાં આવ્યું હતું કે, ‘બિગિલ’ એ પાંચ દિવસમાં વૈશ્વિક સ્તરે 203 કરોડની કમાણી કરી છે. આ સાથે જ કમાણીનાં મામલે થલાપથી વિજયે અણનમ જીતનો દોર ચાલુ રાખ્યો છે.’

અટલી કુમાર દ્વારા નિર્દેશિત ફિલ્મ ‘બિગિલ’એ વિશ્વભરમાં ધૂમ મચાવ્યું છે. ફિલ્મ ‘બિગિલ’ લગભગ 4,200 સ્ક્રીન પર રિલીઝ થઈ છે.

‘બિગિલ’ એક સ્પોર્ટ્સ એક્શન ફિલ્મ છે, જેમાં વિજય પિતા અને પુત્રની એમ ડબલ રોલ ભજવે છે. એક પિતા તરીકે તે સ્થાનિક ડોનની ભૂમિકા નિભાવતો જોવા મળે છે અને એક પુત્ર તરીકે તે મહિલા ફૂટબોલ ટીમનો કોચ છે. અભિનેતાએ કોચની ભૂમિકા નિભાવવાની તાલીમ પણ લીધી હતી. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.