દુર્ઘટના/ ખુશી માતમમાં ફેરવાઈ : લગ્ન સમારોહમાંથી પરત ફરતી વખતે હોડી પલટી, 103ના મોત

લગ્ન સમારંભ નાઈઝર રાજ્યમાં થઈ રહ્યો હતો. હોડી લગ્નના મહેમાનોને લઈને ક્વારા રાજ્યમાં જઈ રહી હતી. વરસાદ અને વધારે પ્રમાણમાં લોકોથી હોડી ઓવરલોડીંગનો શિકાર થઈ ગઈ.

World Trending
હોડી પલટી

નાઈઝીરિયામાં બોટ પલટી જવાથી 103 લોકોના મોત થયા છે. આ ઘટના ઉત્તરી નાઈઝીરિયામાં ત્યારે બની જ્યારે બોટમાં સવાર લોકો લગ્ન સમારોહમાંથી પરત ફરી રહ્યા હતા. મૃતકોમાં બાળકોનો પણ સમાવેશ થાય છે. બોટમાં લગભગ 300 લોકો સવાર હતા.

Nigeria Accident: नाइजीरिया में भीषण हादसा नाव पलटने से 100 लोगों की मौत रेस्क्यू ऑपरेशन जारी - Nigeria Accident Horrific accident in Nigeria 100 people died due to boat overturning rescue ...

લગ્ન સમારંભ નાઈઝર રાજ્યમાં થઈ રહ્યો હતો. હોડી લગ્નના મહેમાનોને લઈને ક્વારા રાજ્યમાં જઈ રહી હતી. વરસાદ અને વધારે પ્રમાણમાં લોકોથી હોડી ઓવરલોડીંગનો શિકાર થઈ ગઈ. ક્વારા રાજ્યના પોલીસ ઓકાસનમી અજયે જણાવ્યું કે, અત્યાર સુધીમાં હોડી દુર્ઘટનામાં 103 લોકોના મોત થયા છે અને 100થી વધારે લોકોને બચાવી લેવામાં આવ્યા છે.

बड़ा हादसा: बारिश के बीच नदी में पलटी नाव, 100 से ज्यादा की मौत, 97 लापता, 300 लोग थे सवार | बड़ा हादसा: बारिश के बीच नदी में पलटी नाव, 100 से

આ બોટ દુર્ઘટના નાઈજર નદીમાં થઈ હતી. જણાવવામાં આવી રહ્યું છે કે બોટમાં લગભગ 300 લોકો સવાર હતા. કપાડાના ટ્રેડિશનલ ચીફ અબ્દુલ ગાના લુકપાડાએ જણાવ્યું કે આ ઘટના સોમવારે બની હતી. અબ્દુલ ગાના લુકપાડાએ જણાવ્યું કે, લગ્નમાં આવેલા મહેમાનો નાઈઝર નદી પાર કરવા માટે ઈગબોટી ગામથી બોટમાં સવાર થયા હતા. કપાડામાં ભારે વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ભરાયા હતા. તેમણે જણાવ્યું કે લગ્ન દરમિયાન જ વરસાદ શરૂ થઈ ગયો હતો. જેના કારણે લોકોએ બોટ દ્વારા પરત જવાનું નક્કી કર્યું હતું.

100 લોકોને બચાવી લેવાયા હતા

તેમણે જણાવ્યું કે અત્યાર સુધીમાં 100 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. સ્થાનિક વડા અબ્દુલ ગના લુકપાડાએ જણાવ્યું હતું કે, “બોટ ખીચોખીચ ભરેલી હતી.” તેમાં લગભગ 300 લોકો હતા. બોટ પાણીની અંદરના મોટા લોગ સાથે અથડાઈ હતી અને તેને નુકસાન થયું હતું.ક્વારાના ગવર્નર અબ્દુલરહમાન અબ્દુલરાઝકની ઓફિસે શોક વ્યક્ત કરતું નિવેદન બહાર પાડ્યું હતું.

આ પણ વાંચો:ચક્રવાતી તોફાનને લઈને પાકિસ્તાનમાં એલર્ટ, દરિયાકાંઠાના વિસ્તારોમાંથી લોકોને બહાર કાઢવાની કામગીરી શરૂ

આ પણ વાંચો:અમેરિકામાં મોદી મેજિક, PMની મુલાકાત પહેલા ‘મોદી જી કી થાલી’ ચર્ચામાં, જાણો શું છે ખાસ

આ પણ વાંચો:ચીનની સેનાએ વુહાનના વૈજ્ઞાનિકો સાથે મળીને બનાવ્યો કોરોના વાયરસ? તપાસકર્તાઓએ કર્યો મોટો ખુલાસો

આ પણ વાંચો:ટ્વિટરના ભૂતપૂર્વ CEO જેક ડોર્સીએ ભારત સરકાર પર ગુંડાગીરીનો લગાવ્યો આરોપ