Political/ પોંડિચેરીમાં તુટી કોંગ્રેસની સરકાર, નારાયણસામી સરકાર બહુમત સાબિત કરવામાં નિષ્ફળ

પોંડિચેરીમાં તુટી કોંગ્રેસની સરકાર, નારાયણસામી સરકાર બહુમત સાબિત કરવામાં નિષ્ફળ

India Trending
accident 17 પોંડિચેરીમાં તુટી કોંગ્રેસની સરકાર, નારાયણસામી સરકાર બહુમત સાબિત કરવામાં નિષ્ફળ
  • વિશ્વાસમત પહેલા કોંગ્રેસનું વોકઆઉટ
  • કોંગ્રેસનાં પાંચ ધારાસભ્યોએ આપ્યુ રાજીનામુ

પુડ્ડુચેરી વિધાનસભામાં કોંગ્રેસ બહુમતી સાબિત કરવામાં નિષ્ફળ ગઈ છે. સોમવારે કોંગ્રેસ સરકાર પડી ભાંગી છે. વિધાનસભાના અધ્યક્ષે જાહેર કર્યું કે નારાયણસામીની સરકાર બહુમતી ગુમાવી ચૂકી છે. ફ્લોર ટેસ્ટ દરમિયાન, મુખ્યમંત્રી તેમના સમર્થક ધારાસભ્યો સાથે વિધાનસભાની બહાર નીકળી ગયા હતા. અને  હવે તે નાયબ રાજ્યપાલને મળશે, અને રાજીનામું સુપરત કરશે.

આ પહેલા એસેમ્બલીમાં બોલતા મુખ્ય પ્રધાન નારાયણસામીએ પૂર્વ ઉપરાજ્યપાલ કિરણ બેદી અને કેન્દ્ર સરકાર ઉપર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે આરોપ લગાવ્યો હતો કે બંનેએ મળીને સરકારને ગબડાવવાનો પ્રયાસ કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે, છેલ્લા દોઢ મહિનામાં સરકારના છ ધારાસભ્યોએ તેમના હોદ્દાઓથી રાજીનામું આપ્યું હતું, તેમાંથી બે ઉમેદવારે  ગત રવિવારે જ પોતાનુ રાજીનામું આપ્યું હતું. ત્યારે એક ઉમેદવારને ગત વર્ષે પાર્ટીએ જ હાંકી કાઢ્યો હતો. આ રીતે સરકારમાંથી સાત ધારાસભ્યો એક પછી એક દુર થઈ ગયા હતા. અને  ત્યારબાદ સરકાર લઘુમતીમાં આવી ગઈ હતી.