Not Set/ કર્મનિષ્ટ ૧૦૮ના જવાનોએ ઘાયલ દર્દીની સારવાર સાથોસાથ રૂ. ૬૮ હજારનો મુદ્દામાલ પરત કર્યો

ભૂતકાળમાં પણ કિશન રાજાણી પોતાની સેવાઓ બજાવી ચુક્યા છે. અને અનેક અકસ્માતમાં ઘાયલ અનેક દર્દીઓને તેમનો કીમતી માલ સમાન પાછો આપી ચુક્યા છે.

Gujarat Rajkot
corona 2 15 કર્મનિષ્ટ ૧૦૮ના જવાનોએ ઘાયલ દર્દીની સારવાર સાથોસાથ રૂ. ૬૮ હજારનો મુદ્દામાલ પરત કર્યો

ચિરાગભાઈ પાસે રૂ. ૧૫૦૦ ની રોકડ રકમ, સોનાની ચેન, ફોર વહીલરની ચાવી તેમજ રૂ. ૨૦ હજારની કિંમતનો મોબાઈલ હતો. ૧૦૮ ના પાયલોટ ગોપાલ ડાંગર અને ઈ.એમ.ટી. ના સભ્ય  કિશનભાઇ રાજાણીએ આ તમામ વસ્તુ તેમના પરિવાજનોને બોલાવી પરત કરી માનવતાના દર્શન કરાવ્યા હતા.

આશરે રૂ. ૬૮ હજારનો કિંમતી સામાન પરત મળતા તેમના પરિવારજનોએ ૧૦૮ ની ટીમનો આભાર માન્યો હતો. આ પ્રસંગે ૧૦૮ ના પ્રોજેક્ટ મેનેજર  મિલન પટેલ તેમજ  વિરલ ભટ્ટે ૧૦૮ ની ટીમને બિરદાવી હતી.

corona 2 14 કર્મનિષ્ટ ૧૦૮ના જવાનોએ ઘાયલ દર્દીની સારવાર સાથોસાથ રૂ. ૬૮ હજારનો મુદ્દામાલ પરત કર્યો

પ્રાપ્ત વિગતો અનુસાર ભૂતકાળમાં પણ કિશન રાજાણી પોતાની સેવાઓ બજાવી ચુક્યા છે. અને અનેક અકસ્માતમાં ઘાયલ અનેક દર્દીઓને તેમનો કીમતી માલ સમાન પાછો આપી ચુક્યા છે. આજે પણ તેમને અકસ્માતમાં ઘાયલ એવા ચિરાગ ભાઈને તેમની પાસે રહેલો માલ સમાન સહીસલામત પરત કર્યો છે.

રાજકોટ ના ભુપેન્દ્ર રોડ શાલિગ્રામ એપાર્ટમેન્ટમાં રહેતા ચિરાગ રાવલ ને  દેવદૂત સ્વરૂપે કિશન રાજાણી મળ્યા છે. ૧૧-૦૬ ના રોજ સાંજે ચિરાગ રાવલ કોઇક કામથી ઢેબર રોડ સ્વામિનારાયણ ગુરુકુળતરફથી નીકળ્યા ત્યારે વચ્ચે એક બેન આવી જતા તેમનો એક્સીડેન્ટ થયો હતો. ચિરાગ રાવલ તેમના એક્ટિવા ઉપર હતા. આ અકસ્માતમાં ચિરાગ રાવલને ગોઠણના નીચેના ભાગનું હાડકું ભાંગી ગયું છે.

108 માં હાજર કિશન રાજાણી ની સાથે તેમના 108 પાયલોટ ગોપાલ ડાંગર પણ હતા. અને તેમને તાત્કાલિક ચિરાગ રાવલ ને સિવિલમાં દાખલ કર્યા અને તેમના પરિવાર જ્યાં સુધી હોસ્પિટલ ન પહોંચે ત્યાં સુધી ચિરાગ રાવલ સાથે 108 ના કિસાન રાજાણી અને ગોપાલ ડાંગર રહ્યા હતા. તેચિરાગ ના મના માતા ને ફોન કરી ને ચિરાગ પાસે રહેલી રોકડ અને વસ્તુઓ પરત કરી હતી. ચિરાગ રાવલ અને તેમના માતા 108 ના કિસાન રાવલ ના વખાણ કરતા નથી થાકતા.