અમદાવાદ/ રક્ષાબંધન પર 108 જાહેર જનતાની રક્ષા કરવા સજ્જ : આવું છે ગુરુવારનું આયોજન

2022માં  રક્ષાબંધનનાં દિવસે ઇમરજન્સી કેસોમાં 11.76 વધારો થવાનું 108નું અનુમાન છે.

Ahmedabad Gujarat Trending
108 રક્ષાબંધન પર 108 જાહેર જનતાની રક્ષા કરવા સજ્જ : આવું છે ગુરુવારનું આયોજન

રક્ષાબંધનના તહેવારમાં નાગરિકો પોતાના સ્વજનોને મળવા અને શુભેચ્છા માટે જતા હોય છે જેના કારણે રક્ષાબંધનના દિવસે મેડિકલ ઈમરજન્સીમાં વધારો જોવા મળતો હોય છે ઈમરજન્સી  કેસોને પહોંચી વળવા માટે 108  નાં તમામ કર્મચારીઓની રજા રદ કરી ખાસ એક્શન પ્લાન તૈયાર કર્યો છે. 108….

રક્ષાબંધનના તહેવારમાં રોડ પર લોકોની અવરજવર વધવાના કારણે માર્ગ અકસ્માત અને અન્ય અકસ્માતની સંખ્યામાં વધારો થાય છે.  આ ઉપરાંત આ વર્ષે રક્ષાબંધનના તહેવાર દરમિયાન લાંબી રજા હોવાના કારણે મેડિકલ ઇમરજન્સી કેસ વધવાનું 108નું અનુમાન છે. 108નાં અનુમાન મુજબ સામાન્ય દિવસોની સરખામણીએ રક્ષાબંધનના દિવસે ઈમરજન્સી કેસોમાં 11.76% વધારો થશે જેમાં રોડ અકસ્માતોનાં કેસો 127 ટકા જ્યારે ઋતુનાં  કારણે તાવના કેસોમાં 9%નો વધારો થવાનું 108નું અનુમાન છે.

રક્ષાબંધન દરમ્યાન સામાન્ય દિવસોની સરખામણી એ વધતા ઇમરજન્સી ના આંકડા પર નજર કરીએ.

2019માં  સામાન્ય દિવસોની સરખામણીએ રક્ષાબંધન પર કેસોમાં 7.99 ટકાનો વધારો થયો હતો.

2020માં  સામાન્ય દિવસની સરખામણીએ રક્ષાબંધનનાં દિવસે ઇમરજન્સીમાં 4.65 ટકાનો વધારો થયો.

2021માં રક્ષાબંધનનાં દિવસે ઇમરજન્સીમાં 14.96 ટકાનો વધારો.

2022માં  રક્ષાબંધનનાં દિવસે ઇમરજન્સી કેસોમાં 11.76 વધારો થવાનું 108નું અનુમાન છે.

રક્ષાબંધનના દિવસે લોકો તેમના પરિવારજનોને ત્યાં જતા હોય છે જેને લઈને અકસ્માત, પડી જવાનાં, મારામારીનાં   બનાવો વધવાની શક્યતા વધી જાય છે. 108નાં વિશ્લેષણ પ્રમાણે 2022માં રક્ષાબંધનનાં દિવસે અરવલ્લીમાં 114%, છોટા ઉદેપુર 54 %, દાહોદ 49 %, તાપીમાં 47 % ઇમરજન્સી કેસ વધવાનું અનુમાન છે. વધનારી ઇમરજન્સીને ધ્યાનમાં રાખીને રાજ્ય ભરમાંથી 800થી વધારે એમ્બ્યુલન્સ તથા 4000 કરતા વધુ કર્મચારીઓ, પાયલોટ તેમજ મેડિકલ ટેકનીકેશન ટિમ સજ્જ કરવામાં આવી છે. તહેવારની મજા સજા ના બને તે માટે સાવચેતી રાખવી પણ જરૂરી છે. કારણકે એક ક્ષણની ઉતાવળને કારણે જીવ ગુમાવવો પડી શકે છે.

આ પણ વાંચો : અમદાવાદમાં વાહનચાલકો બની રહ્યા છે યમરાજ : બે દિવસમાં ચિંતાજનક હિટ એન્ડ રનનાં બનાવ