Not Set/ નોઈડામાં સ્કૂલ બસને નડ્યો અકસ્માત, 12 વિધાર્થીઓ ઘાયલ, ડ્રાઈવર અને કંડકટરની હાલત ગંભીર

નોઈડામાં શનિવારે સવારે એક સ્કૂલ બસને અકસ્માત નડ્યો હોવાની વિગતો પ્રાપ્ત થઈ છે. આ સ્કૂલ બસ રજનીગંધા ચોક અન્ડરપાસ પાસે ડિવાઈડર સાથે અથડાઈ હતી. આ સ્કૂલ બસમાં 30થી વધુ વિધાર્થીઓ તેમજ બસ ડ્રાઈવર અને કંડકટર સવાર હતા. આ દુર્ઘટનામાં ઓછામાં ઓછા 12 વિધાર્થીઓ ઈજાગ્રસ્ત થયા છે અને સ્કૂલ બસ ડ્રાઈવર તથા કંડકટરની હાલત ગંભીર હોવાનું […]

Top Stories
noida bus નોઈડામાં સ્કૂલ બસને નડ્યો અકસ્માત, 12 વિધાર્થીઓ ઘાયલ, ડ્રાઈવર અને કંડકટરની હાલત ગંભીર

નોઈડામાં શનિવારે સવારે એક સ્કૂલ બસને અકસ્માત નડ્યો હોવાની વિગતો પ્રાપ્ત થઈ છે. આ સ્કૂલ બસ રજનીગંધા ચોક અન્ડરપાસ પાસે ડિવાઈડર સાથે અથડાઈ હતી. આ સ્કૂલ બસમાં 30થી વધુ વિધાર્થીઓ તેમજ બસ ડ્રાઈવર અને કંડકટર સવાર હતા.

આ દુર્ઘટનામાં ઓછામાં ઓછા 12 વિધાર્થીઓ ઈજાગ્રસ્ત થયા છે અને સ્કૂલ બસ ડ્રાઈવર તથા કંડકટરની હાલત ગંભીર હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. ઈજાગ્રસ્તોને નજીકની કૈલાશ હોસ્પિટલમાં એડમિટ કરી દેવામાં આવ્યા છે.

આ સ્કૂલ બસ એપીજે પબ્લિક સ્કૂલની હતી. બસ ડિવાઈડર સાથે ટકરાઈ હતી જેને કારણે આગળથી બસનાં કુચા થઇ ગયા છે. જાણકારી અનુસાર આ સ્કૂલ બસ ડ્રાઈવરના હાથમાંથી અનિયંત્રિત થઇ જતાં બસ જઈને ડિવાઈડર સાથે ટકરાઈ હતી.