Ahmedabad News/ અમદાવાદમાં ખારીકટ કેનાલમાં 1,200 કરોડના કૌભાંડનો આક્ષેપ

અમદાવાદમાં વિપક્ષે ખારીકટ કેનાલમાં કૌંભાડનો મોટો આક્ષેપ કર્યો છે. વિપક્ષના નેતા શેહઝાદ ખાન પઠાણે આરોપ મૂક્યો છે કે અમદાવાદમાં ખારીકટ કેનાલ રૂ. 1,200 કરોડનો પ્રોજેક્ટ નહીં પણ કૌભાંડ છે.

Gujarat Ahmedabad Breaking News
Beginners guide to 77 2 અમદાવાદમાં ખારીકટ કેનાલમાં 1,200 કરોડના કૌભાંડનો આક્ષેપ

Ahmedabad News: અમદાવાદમાં વિપક્ષે ખારીકટ કેનાલમાં કૌંભાડનો મોટો આક્ષેપ કર્યો છે. વિપક્ષના નેતા શેહઝાદ ખાન પઠાણે આરોપ મૂક્યો છે કે અમદાવાદમાં ખારીકટ કેનાલ રૂ. 1,200 કરોડનો પ્રોજેક્ટ નહીં પણ કૌભાંડ છે. ખારીકટ કેનાલ 22 કિ.મી.ની છે. તેના માટે ત્રણ કોન્ટ્રાક્ટરોને ટેન્ડર આપવામાં વ્યું છે. તેના 240 કરોડના ટેન્ડરને લઈને અત્યારથી જ શરૂઆત થઈ ગઈ છે. કેનાલના અધિકારીઓના સુપર વિઝન સામે પણ સવાલ ઉઠ્યા છે.

ઉલ્લેખનીય છે કે અંદાજે 1200 કરોડના ખર્ચે તૈયાર થનારી ખારીકટ કેનાલના ખર્ચ પૈકી રાજ્ય સરકારે 600 કરોડની રકમની ફાળવણી કરી છે.વર્લ્ડ બેન્કની ગ્રાન્ટમાંથી મળેલ 3000 કરોડની રકમમાંથી 400 કરોડ અને AMC કેનાલના નવીનીકરણ પાછળ 200 કરોડની ફાળવણી કરનાર છે.વર્ષ 2019માં ખાલી પડેલ અમરાઈવાડી વિધાનસભાની બેઠક પર થયેલી પેટા ચૂંટણી સમયે ચૂંટણી પ્રચારનો મુદ્દો બનેલી ખારીકટ કેનાલનું ત્રણ વર્ષ બાદ નવીનીકરણ થનાર છે.

22 કિલોમીટર લાંબી ખારીકટ કેનાલને 1200 કરોડના ખર્ચે સંપૂર્ણ નવી બનાવવામાં આવશે. કેનાલની નીચે આવેલ ડ્રેનેજ લાઈનો પણ આવશ્યકતા અનુસાર બદલવામાં આવશે. કેનાલ ઉપર સમાંતર પુલ બનાવવામાં આવશે. ગેરકાયદે તમામ જોડાણ કાપવામાં આવશે.  અમદાવાદ જિલ્લાના ખેડૂતોને સિંચાઈ માટે અપાતા પાણીને અડચણ ન થાય તેમ નવીનીકરણકરાશે. વર્ષ 2025 સુધીમાં ખારીકટ કેનાલનું નવીનીકરણ  કરવામાં આવશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: અમદાવાદમાં આવ્યો વાતાવરણમાં પલટો, રાજ્યમાં વરસાદની લહેર

આ પણ વાંચો: રાજકોટ, દેવભૂમિ દ્વારકા, ખંભાળિયામાં ભારે વરસાદ

આ પણ વાંચો: ગીર સોમનાથ- જૂનાગઢમાં વરસાદે ધડબડાટી બોલાવી, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી

આ પણ વાંચો: રાજકોટ ઉપલેટામાં ચાર બાળકોના ફૂડ પોઇઝનિંગથી મોત થતાં સનસનાટી