કૃષિ આંદોલન/ ટિકરી બોર્ડર પર આજે સરકાર અને ખેડૂતો વચ્ચે 13મા તબક્કાની વાતચીત, શું આવશે કોઈ નક્કર પરિણામ કે પછી..?

કૃષિ કાયદા વિરુદ્ધ પ્રદર્શન કરતા ખેડૂતોની નારાજગી ઓછું થવાનું નામ નથી લેતી. 2જી ફેબ્રુઆરીએ ખેડૂત સંગઠન અને સરકાર વચ્ચે 13મા તબક્કાની વાતચીત થવાની છે

Top Stories
Untitled 7 ટિકરી બોર્ડર પર આજે સરકાર અને ખેડૂતો વચ્ચે 13મા તબક્કાની વાતચીત, શું આવશે કોઈ નક્કર પરિણામ કે પછી..?

કૃષિ કાયદા વિરુદ્ધ પ્રદર્શન કરતા ખેડૂતોની નારાજગી ઓછું થવાનું નામ નથી લેતી. 2જી ફેબ્રુઆરીએ ખેડૂત સંગઠન અને સરકાર વચ્ચે 13મા તબક્કાની વાતચીત થવાની છે.  છેલ્લે યોજાયેલી  વાતચીતમાં કોઈ પરિણામ આવ્યું નથી. ખેડૂતો કાયદો પરત લેવાની જીદ પર  અડગ  છે.

ખેડૂત સંગઠને જાહેરાત કરી છે કે 6 ફેબ્રુઆરીએ નેશનલ અને સ્ટેટ હાઈવેને જામ કરવામાં આવશે. ભારતીય કિસાન મોર્ચાના નેતા બલવીર સિંહ રાજેવાલે કહ્યું છે કે શનિવારે બપોરે 12થી 3 વાગ્યા સુધીમાં નેશનલ અને સ્ટેટ હાઈવેને બ્લોક કરવામાં આવશે. આ દરમિયાન સંયુક્ત કિસાન મોર્ચા (SMU)એ કહ્યું છે કે 128 લોકોની દિલ્હી પોલીસે ધરપકડ કરી છે, તેમની કાયદાકીય મદદ માટે કમિટી બનાવવામાં આવી છે

Untitled 8 ટિકરી બોર્ડર પર આજે સરકાર અને ખેડૂતો વચ્ચે 13મા તબક્કાની વાતચીત, શું આવશે કોઈ નક્કર પરિણામ કે પછી..?

હરિયાણામાં સાંજે 5 વાગ્યા સુધી ઈન્ટરનેટ બંધ
હરિયાણાની ખટ્ટર સરકારે 2 ફેબ્રુઆરીએ કોઈ ગરબડ થવાની શક્યતાએ 7 જિલ્લામાં સાંજે 5 વાગ્યા સુધી ઈન્ટરનેટ, SMS અને ડોંગલ સર્વિસ બંધ રાખવાની જાહેરાત કરી છે. જે જિલ્લામાં ઈન્ટરનેટ બંધ હશે તેમાં કૈથલ, પાનીપત, જિંદ, રોહતક, ચરખી દાદરી, સોનીપતનો સમાવેશ કરવામાં આવ્યો છે.

રસ્તાઓ પર ખિલ્લા પાથર્યા, સિમેન્ટની દીવાલો ઊભી કરી

કૃષિ કાયદાના વિરોધમાં અલગ-અલગ રાજ્યોથી ખેડૂતો રોજ દિલ્હી સીમાઓ પર પહોંચી રહ્યા છે. પ્રદર્શનકારીઓ દિલ્હીમાં ઘૂસી ન શકે એ માટે પોલીસ ઘણી વ્યવસ્થા કરી રહી છે. સિંધુ, ટીકરી બોર્ડર પર બેરિકેડિંગ કરવામાં આવી રહ્યું છે. દિલ્હી-હરિયાણાને જોડતા સિંધુમાં 4 લેયર બેરિકેડિંગ સાથે સિમેન્ટની દીવાલો વચ્ચે લોખંડના સળિયા પણ લગાવવામાં આવ્યા છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ 

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો